BOLLYWOOD : ચાંદની બારની સીકવલનું શૂટિંગ આવતાં વર્ષથી શરૂ કરાશે

0
55
meetarticle

મુંબઇ: તબુની કેરિયરની માઈલસ્ટોન સમાન ફિલ્મ ‘ચાંદની બાર’ની સીકવલના રાઈટ્સ નિર્માતા સંદિપ સિંહે  ખરીદી લીધા છે. હવે અજય બહલના દિગ્દર્શન હેઠળ આ  સીકવલ બનાવાશે. 

ફિલ્મની મૂળ થીમ યથાવત રખાશે પરંતુ સમગ્ર વાર્તા નવા જમાનાને અનુરુપ રહેશે. ફિલ્મનું કાસ્ટિંગ હાલ ચાલી રહ્યુુ ંછે. નવી ફિલ્મમાં તબુનાં પાત્રનું કોઈ અનુસંધાન હશે કે કેમ અથવા તો તબુ કોઈ પાત્ર ભજવશે કે કેમ  તે હાલના તબક્કે જાહેર કરાયું નથી. 

ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે  શરુ થશે. મોટાભાગનું શૂટિંગ મુંબઈ ઉપરાંત દુબઈમાં  થશે. ફિલ્મ ૨૦૨૭માં મૂળ ‘ચાંદની બાર’ ફિલ્મને પચ્ચીસ વર્ષ પૂરાં થાય ત્યારે જ કરવાનું નિર્માતાઓનું  પ્લાનિંગ છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here