BOLLYWOOD : છાવા કે ધુરંધર નહીં પણ આ ફિલ્મે સૌથી ઓછા સમયમાં કમાયા 100 કરોડ, સ્ટાર એક્ટર રહ્યા પાછળ

0
52
meetarticle

 વર્ષ 2025માં અનેક શાનદાર ફિલ્મો રિલીઝ થઈ. ઘણી ફિલ્મોએ જોરદાર કમાણી કરી છે. જેમાં કેટલીક ફિલ્મમાં નવા એક્ટરે લો બજેટની ફિલ્મો પણ છવાઈ ગઈ છે. જેમાંથી અમુક એવી ફિલ્મ છે, જેને સૌથી ઓછા સમયમાં 100 કરોડ રૂપિયાની કમાયા છે. તો ચાલો આપણે બોલિવૂડને 10 એવી ફિલ્મની વાત કરીશું કે જેને સૌથી ઓછા સમયમાં રૂ.100 કરોડનો આંકડો પાર કર્યો છે.

વૉર 2

આ લિસ્ટમાં નંબર 1 પર ઋતિક રોશન અને જૂનિયર એનટીઆરની ફિલ્મ વૉર 2 છે. આ ફિલ્મે માત્ર 2 દિવસમાં જ રૂપિયા 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. આ ફિલ્મ ગત 14 ઓગસ્ટના ગુરુવારના રોજ રિલીઝ થઈ હતી. જેમાં પહેલા દિવસમાં 52 કરોડ અને બીજા દિવસે 57 કરોડની કમાણી સાથે કુલ રૂપિયા 109 કરોડ કમાયા હતા.

કાંતારા ચેપ્ટર 1

કાંતારા ચેપ્ટર 1 ફિલ્મ પહેલા દિવસે તમામ ભાષામાં રૂ.74 કરોડથી વધુની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે 54 કરોડ રૂપિયા કમાયા હતા. આમ બે દિવસમાં કાંતારાએ રૂ.100 કરોડનો આંકડો પાર કર્યો હતો. પરંતુ માત્ર હિન્દી ભાષાની વાત કરીએ તો સાત દિવસમાં રૂ.100 કરોડની કમાયા હતા. 

છાવા

આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી વિક્કી કૌશલની ફિલ્મ છાવાએ રૂ.100 કરોડનો આંકડો ત્રણ દિવસમાં પૂર્ણ કર્યો હતો. જેમાં ફિલ્મે 31 કરોડ રૂપિયાની સાથે ઓપનિંગ કરી હતી અને વિકેન્ડ પૂર્ણ થતાં ફિલ્મે 116 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું. આમ માત્ર ત્રણ દિવસમાં છાવાએ 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. છાવા આ વર્ષની સૌથી મોટી બ્લોક બ્લાસ્ટર ફિલ્મ રહી છે. 

ધુરંધર

છાવા પછી રણવીર સિંહની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધુરંધરે રૂ.100 કરોડનો આંકડો પાર કરવામાં સૌથી ઓછો સમય લીધો હતો. ધુરંધરે 27 કરોડ રૂપિયાથી વધુની કમાણીથી ઓપનિંગ કરી હતી અને માત્ર ત્રણ દિવસમાં 102 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

સૈય્યારા

અહાન પાંડે અને અનિત પડ્ડાની ફિલ્મ સૈય્યારા વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. નવા એક્ટર્સ હોવા છતાં, ફિલ્મે પહેલા દિવસે 21 કરોડ રૂપિયા, બીજા દિવસે 26 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ચોથા દિવસે 24 કરોડ રૂપિયાની કમાણી કર્યા પછી, ફિલ્મે માત્ર ચાર દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. 

હાઉસફુલ 5

અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 5 આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને છે. આ ફિલ્મને 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવામાં માત્ર પાંચ દિવસ લાગ્યા હતા. ફિલ્મની ઓપનિંગ 23 કરોડ રૂપિયાથી થઈ હતી.

સ્કાય ફોર્સ

અક્ષય કુમારની ફિલ્મ સ્કાય ફોર્સે માત્ર આઠ દિવસમાં રૂ.100 કરોડનો આંકડો પાર કર્યો હતો. આ ફિલ્મની ઓપનિંગ રૂ.12 કરોડથી થઈ હતી.

રેઇડ 2

100 કરોડ રૂપિયાની કમાણી કરનારી 10 ફિલ્મની લિસ્ટમાં અજય દેવગણની ‘રેઇડ’ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મને રૂ.100 કરોડનો આંકડો પાર કરવામાં આઠ દિવસ લાગ્યા હતા. ફિલ્મની ઓપનિંગના દિવસની કમાણી રૂ.19 કરોડથી વધુ હતી.

સિતારે જમીન પર

આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ને રૂ.100 કરોડનો આંકડો પાર કરવામાં નવ દિવસ લાગ્યા હતા. ફિલ્મે 10 કરોડ રૂપિયાથી ઓપનિંગ કરી હતી. તેને યુટ્યુબ પર પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. 

સિકંદર

આ લિસ્ટમાં સૌથી અંતિમ ફિલ્મ સલમાન ખાનની સિકંદર ફિલ્મ છે. આ ફિલ્મે 26 કરોડ રૂપિયાથી ઓપનિંગ કરી હતી. આ પછી ફિલ્મના રિવ્યૂ બાદ ઓડિયન્સ થિએટરમાં ગઈ નહોતી. જેમાં ફિલ્મને રૂ.100 કરોડની કમાણી કરતાં 10 દિવસ લાગ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here