BOLLYWOOD : જાણીતી અભિનેત્રી ઝરીન ખાનની માતાનું નિધન, પરિવાર પર દુઃખનો આભ તૂટી પડ્યો

0
13
meetarticle

 બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 8 એપ્રિલના રોજ અભિનેત્રીની માતા પરવીન ખાનનું અવસાન થયું છે. પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, બુધવારે સવારે 10 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ઝરીન ખાન તેની માતાની ખૂબ જ નજીક હતી અને તેમના નિધનથી તે સંપૂર્ણપણે ભાંગી પડી છે.

અભિનેત્રી ઝરીન ખાનની માતાનું નિધન

ઝરીન ખાનની માતા લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તેમની તબિયત લથડતા ઑક્ટોબર 2025માં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેની જાણકારી ઝરીને સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપી હતી. હોસ્પિટલમાંથી પરત આવ્યા બાદ થોડો સમય તેમની સ્થિતિ સુધારા પર હતી, પરંતુ 2026માં ફરી તબિયત બગડતા તેમને ફરી એડમિટ કરવા પડ્યા હતા. ઝરીને ઘણીવાર પોસ્ટ શેર કરીને ફેન્સને તેની માતા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી, કારણ કે તેની માતા જ તેનો સૌથી મોટો ટેકો હતી.

માતાના નિધનથી શોકમાં ડૂબી અભિનેત્રી

38 વર્ષીય ઝરીન ખાન હજુ અપરિણીત છે અને તે તેની માતા સાથે ગાઢ સંબંધ ધરાવતી હતી. પોતાની દરેક નાની-મોટી વાત તે માતા સાથે શેર કરતી હતી. માતાના નિધનના સમાચાર જાણીને બોલિવૂડ સેલેબ્સ અને ફેન્સ સોશિયલ મીડિયા પર તેને હિંમત આપી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

ડેબ્યૂ બાદ સંઘર્ષમય રહી સફર

ઝરીન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે વર્ષ 2010માં સલમાન ખાનની ફિલ્મ ‘વીર’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, ત્યારબાદ તેની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. તેણે ‘ડાકા’ અને ‘જટ જેમ્સ બોન્ડ’ જેવી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે છેલ્લે 2021માં ફિલ્મ ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’માં જોવા મળી હતી. માતાની છત્રછાયા ગુમાવવી એ ઝરીન માટે જીવનનું સૌથી મોટું નુકસાન છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here