જાહ્નવી કપૂર, લક્ષ્ય લાલવાણી અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘લગ જા ગલે’નું શૂટિંગ આ સપ્તાહના અંતથી શરુ થવાનું છે. શરુઆતમાં મુંબઈમાં ૨૦ દિવસનું શિડયૂલ હશે.

ફિલ્મનું પ્રિ પ્રોડક્શન પૂર્ણ થઈ ચૂક્યું હોવાનું કહેવાય છે. જોકે, ફિલ્મ સર્જક કરણ જોહર તરફથી આ ફિલ્મ અંગે કોઈ અપડેટ અપાઈ નથી.
ફિલ્મમાં તબુ અને જેકી શ્રોફ પણ સ્ક્રીન શેર કરવાના હોવાની ચર્ચા છે. કરણે પોતાનાં પ્રોડક્શનની કેટલીક ફિલ્મોના સેકન્ડ યુનિટ ડિરેક્ટર રહી ચૂકેલા રાજ મહેતાને આ ફિલ્મનું સુકાન સોંંપ્યુું છે.
જાહ્નવી સતત ફલોપ જઈ રહી હોવા છતાં પણ કરણ જોહરે તેને વધુ એક તક આપી છે.
બીજી તરફ ટાઈગર શ્રોફની કેરિયર પણ ડામાડોળ થઈ ચૂકી છે. આથી આ ફિલ્મ પર તેનો પણ મોટો મદાર છે.
જ્યારે લક્ષ્ય લાલવાણી ‘બેડ્સ ઓફ બોલિવુડ’ સીરિઝની સફળતા બાદ એક પછી એક પ્રોજેક્ટ મેળવી રહ્યો છે.

