BOLLYWOOD : ટાઈગર શ્રોફની ‘બાગી 4’ ફિલ્મ ફ્લોપ કે હીટ? પહેલા વીકેન્ડ બાદ જુઓ કેવા છે હાલ

0
70
meetarticle

ટાઈગર શ્રોફના કરિયરમાં લોકડાઉન પછી સતત ફ્લોપ ફિલ્મોની હેટ્રિક લાગી રહી છે. હવે આ લીસ્ટમાં ટાઈગરની લેટેસ્ટ ફિલ્મ બાગી-4 નું નામ સામેલ થાય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ હતી. રિલીઝ સાથે જ મેકર્સે દર્શકોને એક ખાસ ઓફર આપી હતી. જેમાં એક ટિકિટ પર એક ટિકિટ ફ્રી આપવાની ઓફર કરી હતી. આ ઓફર આપવા છતાં પણ બાગી 4ને પુરતા પ્રમાણમાં દર્શકો ન મળ્યા. તેની અસર એ થઈ કે, પહેલા વીકેન્ડમાં આ ફિલ્મ બોક્સ ઓફિસના ટ્રેક પરથી નીચે ઉતરી ગઈ. બાગી 4 જે રીતે આગળ વધી રહી છે તે પ્રમાણે તેના પર ફ્લોપનો ટેગ લાગવાનો ખતરો વધી રહ્યો છે.

કેટલું રહ્યું બાગી 4 નું વીકેન્ડ કલેક્શન 

બોલિવૂડ હંગામાના કહેવા પ્રમાણે ટાઈગર શ્રોફની ફિલ્મે સસ્તી ટિકિટની ઓફરની સાથે સાથે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 13.20 કરોડ રુપિયાનું કલેક્શન થયું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં આ કદાચ એક જ ચર્ચિત બોલિવૂડ ફિલ્મ છે, જેનું કલેક્શન શુક્રવારની તુલનાએ શનિવારે ઘટ્યું છે. બીજા દિવસે તેનું કલેક્શન 11.34 કરોડ રહ્યું હતું. 

હવે રવિવારના ટ્રેડ રિપોર્ટ્સના અનુમાન પ્રમાણે ત્રીજા દિવસે બાગી 4 બોક્સ ઓફિસ પર 11 કરોડ રુપિયા આસપાસ કલેક્શન કર્યું છે. એટલે કે, પહેલા અઠવાડિયાના ત્રણ દિવસોમાં ટાઈગર શ્રોફની ફિલ્મે આશરે 35 કરોડ રુપિયાથી ઓછુ કલેક્શન કર્યું છે. 

બાગી ફેંચાઈઝીની સૌથી નબળી ફિલ્મ રહી ‘બાગી 4’

‘હીરોપંતી’ (2014) થી ડેબ્યૂ કરનાર ટાઇગર શ્રોફને 2016માં રિલીઝ થયેલી ‘બાગી’ ફિલ્મે સ્ટાર બનાવ્યો હતો. લગભગ એક દાયકા પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 38 કરોડ રૂપિયાથી વધુનું વીકેન્ડમાં કલેક્શન કર્યું હતું. 2018માં, ‘બાગી 2’ એ એક જ વીકેન્ડમાં 73 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને તેની કુલ કમાણી 160 કરોડ રૂપિયાથી વધુ હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here