સાઉથના પીઢ ફિલ્મ દિગ્દર્શક સિંગીતમ શ્રીનિવાસ રાવે ૯૪ વર્ષની વયે નવી ફિલ્મનું દિગ્દર્શન કરવાની જાહેરાત કરતાં તેમના ચાહકો આશ્ચર્ય સાથે આનંદમાં ગરકાવ થઈ ગયા છે. તેમણે છેલ્લાં ૧૦ વર્ષથી ડાયરેક્ટર તરીકે કોઈ ફિલ્મ હાથ પર લીધી ન હતી. અચાનક તેમણે આ વયે પુનરાગમનની જાહેરાત કરી છે.

તેમણે ‘એસએસઆર ૨૬૧’ એવું કામચલાઉ ટાઈટલ ધરાવતી નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મને નાગ અશ્વિનનાવૈજયંતી મૂવીઝના બેનર હેઠળ પ્રોડયુસ કરવામાં આવશે. ફિલ્મની કાસ્ટ અને વાર્તાની માહિતી આપવામાં આવી નથી.
નિર્માતા દ્વારા શેર કરાયેલા વિડીયોમાં તેઓ પોતાની ટીમને સૂચનાઓ આપી રહ્યા હોય તેવું જણાય છે. નાગ અશ્વિનની જ ‘કલ્કિ ૨૮૯૮ એડી’માં સિંગિતમ શ્રીનિવાસ રાવે પોતાના ક્રિએટિવ ઈન્પૂટ્સ પણ આપ્યા હતા. જોકે, છેલ્લાં દસ વર્ષથી તેમણે કોઈ ફિલ્મનું ફૂલ ફલેજ્ડ દિગ્દર્શન કર્યું નથી.
સિંગીતમ શ્રીનિવાસ રાવ સાઉથમાં સંખ્યાબંધ સુપરહિટ તથા સાથે સાથે પ્રયોગશીલ અને એનિમેશન ફિલ્મો માટે પણ જાણીતા છે. જેના પરથી હિન્દી ફિલ્મ ‘નાચે મયુરી’ બની તે મૂળ ‘મયુરી’ ફિલ્મ તેમણે બનાવી હતી.

