BOLLYWOOD : ડીડીએલજે ફિલ્મ ઓસ્કારની યાત્રા-રોમાન્સ પર આધારિત સર્વશ્રેષ્ઠની યાદીમાં

0
13
meetarticle

કાજોલ અને શાહરૂખ ખાનની ૧૯૯૫ની ક્લાસિક ફિલ્મ દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે ફિલ્મ ઓસ્કારની યાત્રા – રોમેન્ટિક પર આધારિત સર્વશ્રેષ્ઠની યાદીમાં સમાવેશ થયો છે. આ સાથે યૂ મી એન્ડ ટસ્કની, ધ હોલિડે અને ઇટ પ્રે લવ સહિત વિભિન્ન રોમેન્ટિક ફિલ્મોનો સમાવેશ છે. એકેડમી ઓફ મોશન પિકચર્સ આર્ટસ એન્ડ સાઇયન્સીસે આ ફિલ્મોની તસવીર શેર કરવાની સાથેસાથે પોતાના ફોલોર્સને તેમની પસંદગીની ટ્રાવેલ-રોમાન્સ ફિલ્મનું નામ જણાવાનું કહ્યું છે. કાજોલે આ ફિલ્મને પોતાની પસંદગીની ફિલ્મ જણાવીને પોસ્ટની પ્રતિક્રિયા આપી છે.   દિલવાલે  દુલ્હનિયાં લે જાયેંગેએ ગયા વરસે જ ૩૦મી વર્ષગાંઠ મનાવી હતી. લંડનમાં લીસેસ્ટર સ્કવાયરમાં ફિલ્મના પોતાના પ્રતિષ્ઠિત  દ્રશ્યની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. જે ભારતની પ્રથમ ફિલ્મ છે. 

ડીડીએલજે દુનિયાની સૌથી વધુ સ્ક્રિનિંગ થનારી ફિલ્મ છે. આ જ ફિલ્મથી આદિત્ય ચોપરાએ દિગ્દર્શક તરીકે ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મનું નિર્માણ તેના પિતા યશ ચોપરાનું હતું. ફિલ્મની વાર્તા રાજ અને સિમરનની છે. તેઓ  યૂરોપના પ્રવાસ દરમિયાન એકબીજાના  પ્રેમમાં પડી જાય છે અને બન્ને સફર કરીને ભારત પાછા  આવે છે પછી સિમરન સાથે લગ્ન કરવા તેનાપરિવારના દિલ જીતવા માટે તેની પાછળ-પાછળ આવે છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here