48 વર્ષીય અભિનેત્રી દીપશિખા નાગપાલ જીવનસાથી શોધી રહી છે. તેના બે વાર લગ્ન થયા છે, પરંતુ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. દીપશિખાનું કહેવું છે કે, તેણે હાર નથી માની. તે હજુ પણ પ્રેમની શોધમાં છે. તેની પુત્રી પણ તેને આમાં મદદ કરી રહી છે.દીપશિખાએ ડેટિંગ એપ પર તેના માટે એક પ્રોફાઇલ પણ બનાવી છે. જોકે દીપશિખાના કહેવા પ્રમાણે હાલમાં તેને ડેટિંગ એપ પર બ્લોક કરવામાં આવી છે, લોકો તેને ફ્રોડ સમજે છે.

મારી પુત્રીએ જ મારી પ્રોફાઇલ બનાવી છે
દીપશિખાએ કહ્યું, ‘હું બધી ડેટિંગ એપ પર પણ ગઈ છું. મારી પુત્રીએ જ મારી પ્રોફાઇલ બનાવી છે. તેના પર મોટાભાગે બધા NRI વગેરે છે. હવે ચેટ મારાથી નથી થતું, હું વ્યક્તિગત ઉર્જામાં વિશ્વાસ રાખું છું. મને લોકોને મળવાનું ગમે છે અને ત્યાં કેટલી સકારાત્મક ઉર્જા છે, તે જોવાનું ગમે છે. એક જગ્યાએ તો એ લોકોએ બ્લોક પણ કરી દીધી. બીજી એક એપ પર મને ફરિયાદ મળી કે, તું છેતરપિંડી છે, તું દીપશિખા નથી.’
લોકોએ મારી વિરુદ્ધ ફરિયાદો નોંધાવી
હું કહી રહી છું કે, અરે, એ હું છું,’ પરંતુ તેઓ કહે છે, ‘ના, એ તું નથી. દીપશિખા આવી ડેટિંગ એપ પર ન હોઈ શકે. લોકોએ મારી વિરુદ્ધ ફરિયાદો નોંધાવી છે, અને કહ્યું છે કે, તે એક ફ્રોડ એકાઉન્ટ છે. તેથી, હું કોઈ એપ એક્સેસ કરી શકતી નથી; ભલે હું તેને બીજા નામથી ખોલું, તો પણ તે બ્લોક થઈ જાય છે.
કદાચ કોઈ આવીને મને શોધી કાઢશે’
દીપશિખાએ કહ્યું, ‘તેથી, હવે હું કાંઈજ કરી શકતી નથી. કદાચ કોઈ આવીને મને શોધી કાઢશે, મને ખબર નથી કે ક્યાં છે, પણ તેઓ ચોક્કસ આવશે.’

