નાગાર્જુન અને તબ્બુ વર્ષો પછી સાથે સ્ક્રીન શેર કરશે. નાગાર્જુનની કારકિર્દીની ૧૦૦મી ફિલ્મ ‘કિંગ ૧૦૦’માં તબ્બુ ને એક રોલ ઓફર કરાયો છે.

નાગાર્જુન અને તબ્બુએ ભૂતકાળમાં ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને તેમની જોડી એક સમયે તેલુગુ ફિલ્મોની આઈકોનિક જોડી ગણાતી હતી.
આ ફિલ્મ નાગાર્જુન ખુદ બનાવી રહ્યો છે. તબ્બુ તલુગુ સિનેમાથી એક દશકો દૂર રહ્યા પછી ૨૦૨૦માં એક ફિલ્મમાં અલ્લૂ અર્જુનની માતાના રોલમાં જોવા મળી હતી. અભિનેત્રીએ દિગ્દર્શક પુરી જગન્નાથની આગામી ફિલ્મ વિજય સેતુપતિ સાથે સાઇન કરી છે. અગાઉ ૯૦ના દાયકામાં તબ્બુ તેલુગુના તમામ મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે.

