રિયાલિટી શો ‘બિગ બોસ 19’ના વીકેન્ડ કા વારના છેલ્લા એપિસોડમાં સલમાન ખાને ફરહાના ભટ્ટ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અમાલ મલિકને ઠપકો આપ્યો હતો. તેમજ પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે અમાલના પિતા, ડબ્બુ મલિક, સ્ટેજ પર પહોંચ્યો અને પોતાના પુત્રને સાંત્વના આપતી વખતે રડી પડ્યો હતો.

શું છે આખો મામલો?
ગયા અઠવાડિયાના કેપ્ટનસી ટાસ્ક દરમિયાન, ઘરમાં મોટો હોબાળો થઈ ગયો હતો. સ્પર્ધક ફરહાના ભટ્ટે, પોતાની રમતને મજબૂત બનાવવાના પ્રયાસમાં, નીલમ ગિરીના પરિવાર દ્વારા મોકલવામાં આવેલ પત્ર ફાડી નાખ્યો. આ કૃત્યથી અમાલ ગુસ્સે થયો અને ગુસ્સામાં તેણે ફરહાનાની પ્લેટ છીનવી લીધી, તેમાં રહેલું ભોજન ફેંકી દીધું અને પ્લેટ તોડી નાખ્યો. તેમજ અમાલે ફરહાનાની માતા વિશે અસંવેદનશીલ ટિપ્પણી પણ કરી. આ ઘટનાએ ફક્ત ઘરના સભ્યોને જ નહીં, પણ દર્શકોને પણ આઘાત આપ્યો.
સલમાને અમલને ઠપકો આપ્યો
સપ્તાહના અંતે, સલમાન ખાને સ્ટેજ પર આવતાની સાથે જ અમાલને ઠપકો આપ્યો અને કહ્યું, ‘ભગવાનએ આપણને ભોજન આપ્યું છે અને આપણને તે છીનવી લેવાનો અધિકાર કોણે આપ્યો? કોઈને પણ કોઈની માતા વિશે ખરાબ બોલવાનો અધિકાર નથી. આ તારી છેલ્લી તક છે.’ આ પછી, અમાલે માફી માંગવાનું શરૂ કર્યું. અમાલે કહ્યું, ‘હું ખૂબ જ ગુસ્સે થયો હતો.’ જોકે, સલમાન તેની વાત સાંભળવાના મૂડમાં નહોતો અને ત્યાર્બાસ અમાલના પિતા ડબ્બુ મલિકને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો.
જાણો ડબ્બુ મલિકે શું કહ્યું?
અમાલ તેના પિતા ડબ્બુ મલિકને જોઈને ખૂબ જ ભાવુક થઈ ગયો. ડબ્બુએ પોતાના દીકરાને કહ્યું, ‘હું તને પ્રેમ કરું છું. હું અહીં તારા પિતા તરીકે આવ્યો છું. આખો દેશ તારા દરેક ક્ષણ, દરેક પગલાને જોઈ રહ્યો છે. જો એક પિતા તરીકે, હું તારા સંગીત પર ગર્વ કરી શકું છું અને મને ગર્વ છે કે તું અમારો વારસો આગળ ધપાવી રહ્યો છે. તું જે શોમાં છે તે એક મોટો શો છે, પણ દીકરા, આની બહાર પણ એક મોટો શો છે, જ્યાં માતા-પિતા, સંબંધીઓ, મિત્રો, પુત્રવધૂઓ, પુત્રીઓ, ભાઈઓ બધા તને જોઈ રહ્યા છે. તારો ગુસ્સો સ્પષ્ટ છે, તારા ઝઘડા સ્પષ્ટ છે, પણ એક પિતા તરીકે હું તને કહેવા આવ્યો છું કે અન્યાયી કે ક્રૂર ન બનીશ. તારી જીભને કાબૂમાં રાખ. કોઈપણ સ્ત્રીને એક પણ અપમાનજનક શબ્દ ન બોલીશ. જે મારો, તારો અને આપણા ડેડીનો નિર્ણય હતો કે મહિલાઓ વિરુદ્ધ ક્યારેય અપમાનજનક શબ્દ ન વાપરવા.’ડબ્બુ મલિકે આગળ કહ્યું, ‘મને ફક્ત 30 સેકન્ડ લાગશે અને હું પાગલની જેમ રડવા લાગીશ, તને ખબર છે કે મને તારા પર ગર્વ છે, મને યાદ છે જયારે એ 16 વર્ષનો છોકરો મને કહ્યું હતું કે, ‘પપ્પા, હું તમારા માટે 10,000 રૂપિયા કમાઈશ. લડો અને દલીલ કરો, પણ ક્યારેય અપમાનજનક ન બોલશો. ગૌરવથી રમો. મારા પર એવું કલંક ન લાગવા દે કે તું આવું ખરાબ વર્તન કરે છે. આ રમત હમણાં જ શરૂ થઈ છે; આપણે ફક્ત અડધું જ પસાર કર્યું છે. આખો દેશ તમને પ્રેમ કરે છે.’ આ સાંભળીને અમાલ ખૂબ રડવા લાગે છે.
આ અંગે સલમાને ડબ્બુને પૂછ્યું કે, ‘ડબ્બુ, તમે વારંવાર કહો છો કે અમાલ મને તારા પર ગર્વ છે પણ શું તમે તેનું આ વર્તન જોયું છે?’ ત્યારે ડબ્બુએ જવાબ આપ્યો, ‘હા, તે ખોટું છે. મને સંગીતકાર તરીકે તેણે જે કઈ કામ કર્યું છે તેના પર ગર્વ છે. પરંતુ બિગ બોસના ઘરમાં તે જે કરી રહ્યો છે તેના પર મને ગર્વ નથી.’
