BOLLYWOOD : તૃપ્તિ ડિમરીએ સ્પિરિટનું મુહૂર્ત સાચવ્યું, પ્રભાસ ગેરહાજર

0
38
meetarticle

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’નું શૂટિંગ આખરે શરુ થયું છે. ફિલ્મની ટીમે મુહૂર્ત ક્લેપની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

રસપ્રદ વાત એ છે કે મુહૂર્ત શોટમાં ફક્ત તૃપ્તિ ડિમરી જ હાજર રહી હતી. ફિલ્મનો હિરો પ્રભાસ મુહૂર્ત ટાણે જ ગાયબ રહ્યો હતો. તેની સાથે પ્રકાશ રાજ સહિતના કલાકારો પણ મુહૂર્તમાં દેખાયા ન હતા. પીઢ અભિનેતા ચિરંજીએ મુહૂર્ત ક્લેપ આપી હતી. સોશિયલ મીડિયા પર મુહૂર્તની તસવીરો જોઈ ચાહકોએ પ્રભાસ કેમ ગેરહાજર છે તેવા સવાલોનો મારો ચલાવ્યો હતો.

સંદિપ રેડ્ડી વાંગાએ આ ફિલ્મની જાહેરાત મહિનાઓ પહેલાં કરી હતી. ત્યારે પ્રભાસ સાથે દીપિકા પદુકોણને હિરોઈન તરીકે કાસ્ટ કરવામાં આવી હતી. પરંતુ, દીપિકાએ વધારે ફી માગતાં તથા પોતે આઠ કલાકથી વધારે કામ નહિ કરે તેવી શરતો મૂકતાં આખરે ફિલ્મમાંથી તેની વિદાય થઈ હતી. દીપિકાને સ્થાને તૃપ્તિ ડિમરીને રિપ્લેસ કરવામાં આવી હતી. ફિલ્મ ૨૦૨૬માં રીલિઝ થવાની ધારણા છે. ફિલ્મમાં પ્રભાસ એક પોલીસ અધિકારીની ભૂમિકામાં હશે તેમ કહેવાય છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here