સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘તેરે નામ’નો બીજો ભાગ બની રહ્યો હોવાની ચર્ચા ફરી શરુ થઈ છે. એક ચર્ચા અનુસાર સાજિદ નડિયાદવાલા કદાચ આ પાર્ટ ટુના રાઈટ્સ ખરીદી લેશે. જોકે, સાજિદની નજીકના વર્તુળોએ સાજિદ આ ફિલ્મ સાથે કોઈ રીતે સંકળાયેલો હોવાનો ઈન્કાર કર્યો છે. બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા અનુસાર હાલ સીકવલ અને ફ્રેન્ચાઈઝીનો જમાનો ચાલી રહ્યો છે અને આવી ફિલ્મોને આગલી ફિલ્મની ગુડવિલનો સારો લાભ મળે છે. આથી, ‘તેરે નામ ટુ’ની ચર્ચા પણ ફરી શરુ થઈ છે. એ પણ નક્કી છે કે આ વખતે સલમાન મુખ્ય કલાકાર નહિ હોય. કદાચ મૂળ ફિલ્મ સાથે જોડાણ સાધી આપવા તેનો એકાદો રોલ રાખવામાં આવશે.ઉલ્લેખનિય છે કે મૂળ ફિલ્મના દિગ્દર્શક સતીશ કૌશિકે અગાઉ જણાવ્યું હતું કે પોતે ‘તેરે નામ ટુ’ની સ્ક્રિપ્ટ લખી રાખી છે અને તેમાં એક ગેંગસ્ટરની લવસ્ટોરી હશે.

સલમાન ખાનની ફિલ્મ ‘તેરે નામ’ વર્ષ ૨૦૦૦મા ંરિલીઝ થઇ હતી. જેમાં ભૂમિકા ચાવલા અને રવિ કિશન મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. એ સમયે આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ ગઇ હતી.

