BOLLYWOOD : ત્રણ વર્ષ બાદ બોલીવૂડમાં પુનરાગમનની સોનમની જાહેરાત

0
79
meetarticle

સોનમ કપૂર બોલીવૂડમાં પુનરાગમન કરી રહી છે. તેણે એક ફિલ્મ સ્વીકારી છે અને આ  વર્ષના અંત સુધીમાં તે શૂટિંગ પણ શરુ કરી દેશે.  જોકે, સોનમે આ પ્રોજેક્ટ વિશે  વધારે વિગતો આપી નથી. 

સોનમ ઓગસ્ટ ૨૨માં પુત્ર વાયુની માતા બની હતી. તે પછી તેણે બોલીવૂડમાંથી બ્રેક લઈ લીધો  હતો.  સોનમના જણાવ્યા અનુસાર હવે વાયુ ત્રણ વર્ષનો થઈ ગયો છે અને તેથી પોતે ફિલ્મ શૂટિંગ માટે સમય ફાળવી શકે તેમ છે. 

ફિલ્મોથી બ્રેક લીધા  પછી  જોકે, સોનમ સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહી છે. તે ફેશન આઈકોન ગણાય છે. તેનાં વસ્ત્રોની પસંદગી, મેકઅપ,  જ્વેલરી, એક્સેસરીઝ  વગેરે હંમેશાં ચર્ચાનો વિષય રહે છે.  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here