BOLLYWOOD : દસ વર્ષ ફાંફા માર્યા બાદ સૂરજ પંચોલીએ આખરે બોલીવૂડ છોડયું

0
41
meetarticle

આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીની કારકિર્દીનું આખરે ધાર્યા મુજબ ફિંડલું વળી ગયું છે. ખુદ આદિત્ય પંચોલીએ પોતે સૂરજે બોલીવૂડ છોડી દીધું હોવાની જાહેરાત કરી છે. તેના જણાવ્યા અનુસાર સૂરજ હવે માત્ર બિઝનેસ પર ધ્યાન આપશે. 

સૂરજ સલમાન ખાનના ચેલા તરીકે ૨૦૧૫માં હીરો ફિલ્મથી લોન્ચ થયો હતો. જોકે, ફિલ્મ સાવ બેકાર બની હતી અને સૂરજની એક્ટિંગના પણ કોઈ ઠેકાણા ન હોવાથી આ દસ વર્ષમાં તેને ગણીને માંડ ત્રણ-ચાર ફિલ્મ મળી હતી અને તે બધી ફલોપ ગઈ હતી. 

સૂરજ તેની ફિલ્મો કરતાં વધારે તો ઝિયા ખાનના આપઘાતના કારણે વધારે ચર્ચામાં રહ્યો હતો. આ કેસમાં તેની ધરપકડ પણ થઈ હતી. જોકે, બાદમાં અદાલતે તેને પુરાવાના અભાવે છોડી મૂક્યો હતો. 

તાજેતરમાં આદિત્ય પંચોલીએ અનિલ કપૂરનું નામ લીધા વિના એ મતલબની પોસ્ટ કરી હતી કે ‘તેજાબ’ ફિલ્મનો મૂળ હિરો પોતે હતો પરંતુ અનિલ અને બોની કપૂરે પોલિટિક્સ રમીને 

આદિત્ય પાંચોલીએ પુત્ર સૂરજ પાંચોેલીએ તેની પાસેથી ફિલ્મ આંચકી લીધી હતી. આ પોસ્ટના અનુસંધાને તેણે બીજી  પોસ્ટ કરતાં સૂરેજે બોલીવૂડ છોડયું હોવાની જાહેરાત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે આદિત્ય પોતે પણ ફિલ્મ કારકિર્દી દરમિયાન ફિલ્મો કરતાં મારામારીઓ અને બખેડા કરવા માટે વધારે ચર્ચામાં રહ્યો હતો. અલબત્ત સૂરજની માતા ઝરીના વહાબ તેના સમયની જાણીતી હિરોઈન રહી ચૂકી છે અને હજુ પણ તેને ક્યારેક ક્યારેક ફિલ્મો તથા સીરિઝમાં રોલ મળતા રહે છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here