દીપિકા પદુકોણને ‘કલ્કિ ૨૮૯૮ એડી’ના પાર્ટ ટૂમાંથી કાઢી મૂકવામમાં આવતાં તેણે આ ફિલ્મ માટે કરેલું ૨૦ દિવસનું શૂટિંગ એળે જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ ફિલ્મના પહેલા પાર્ટનું શૂટિંગ ચાલતું હતું તે જ વખતે બીજા ભાગ માટે પણ કેટલુંક શૂટિંગ કરી દેવામાં આવ્યું હતું. તેના કારણે જ દીપિકાને એવો એટિટયુડ હતો કે પોતે ગમે તેવાં નખરાં કરશે તો પણ ફિલ્મ સર્જકો તેને ફિલ્મમાંથી કાઢી મૂકી બીજી અભિનેત્રીને કાસ્ટ કરવાની હિંમત નહીં કરે. જોકે, બમણી ફી તથા ઓછા કલાકો માટે કામ અને સ્ટાફનો પણ ખર્ચો નિર્માતાઓને માથે નાખવાના નખરાંના કારણે નિર્માતાઓએ તેને દરવાજો દેખાડી દીધો હતો.

