મુંબઈ: પ્રભાસ સાથેની ફિલ્મ ‘સ્પિરિટ’માંથી દીપિકા પાદુકોણને તગેડી મૂકનારા સાઉથના ડાયરેક્ટર સંદિપ રેડ્ડી વાંગાએ હવે રણવીર સિંહની પ્રશંસા કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. કદાચ સંદિપ આ યુગલ સાથે સંબંધો સુધારવા માગે છે તેવી અટકળો થઈ રહી છે.

સંદિપ રેડ્ડી વાંગાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર રણવીરની ફિલ્મ ‘ધુરંધર’નાં વખાણ કર્યાં હતાં.
જોકે, તેણે ફિલ્મ માટે મોટાભાગનું શ્રેય ડિરેક્ટર આદિત્ય ધરને જ આપ્યું હતું. પરંતુ, તેણે સાથે સાથે અક્ષય ખન્ના અને રણવીર સિંહની એક્ટિંગનાં પણ વખાણ કર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે સંદિપ રેડ્ડી વાંગાએ ‘સ્પિરિટ’ માટે દીપિકાને કાસ્ટ કરી હતી. પરંતુ, દીપિકાએ પોતે સેટ પર ફક્ત આઠ જ કલાક માટે હાજર રહેશે તેવી તથા અન્ય શરતો મૂકતાં સંદિપ રેડ્ડી વાંગાએ તેને ફિલ્મમાંથી હાંકી કાઢી હતી. આ બાબતે તેણે સોશિયલ મીડિયા પર દીપિકાના વિરોધમાં પોસ્ટ પણ મૂકી હતી. એ પછી ‘સ્પિરિટ’માં દીપિકાને સ્થાને તૃપ્તિ ડિમરી ગોઠવાઈ ગઈ છે.

