BOLLYWOOD : દીપિકા પાદુકોણને પણ એક હોરર ફિલ્મની ઓફર

0
30
meetarticle

 પાછલાં બે-ત્રણ વર્ષમાં એકથી વધુ હોરર ફિલ્મો સફળ થતાં બોલિવુડના સંખ્યાબંધ સ્ટાર્સને હવે હોરર ફિલ્મોમાં રસ  પડવા લાગ્યો છે. હવે દીપિકા પાદુકોણને પણ એક હોરર ફિલ્મ ઓફર કરાઈ હોવાનું કહેવાય છે. 

દીપિકાને બંગાળી ભૂત શખચૂનીનું પાત્ર ધરાવતી ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચવા માટે અપાઈ છે. દીપિકા સમગ્ર સ્ક્રિપ્ટ તપાસ્યા બાદ જ આ રોલ ભજવવો કે કેમ તે ફાઈનલ કરશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ વિદ્યા બાલન તથા શ્રદ્ધા કપૂરને હોરર ફિલ્મોમાં સફળતા મળી ચૂકી છે. તે પછી આલિયા ભટ્ટ તથા ‘સૈયારા’ ફિલ્મથી જાણીતી બનેલી અનિત પડ્ડા પણ હોરર ફિલ્મો સ્વીકારી ચૂક્યાં છે. 

દીપિકા હાલમાં નવી ફિલ્મો પસંદ કરવાની બાબતમાં બહુ સિલેક્ટિવ બની ગઈ છે. તે છથી આઠ જ કલાકની શિફ્ટનો આગ્રહ રાખી રહી છે. તેના કારણે તેણે સાઉથની ‘સ્પિરિટ’ સહિતની ફિલ્મો ગુમાવવી પણ પડી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here