BOLLYWOOD : દીપિકા પાદૂકોણ અને રણબીર સાથે રોમાન્ટિક કોમેડી કરવા તૈયાર

0
44
meetarticle

યે જવાની હૈ દિવાની’ તથા ‘તમાશા’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલાં દીપિકા પદુકોણ અને રણબીર કપૂર ફરી કોઈ રોમાન્ટિક કોમેડી ફિલ્મમાં સાથે દેખાશે કે કેમ તે અંગે અટકળો શરુ થઈ છે. 

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક ચાહકે આ બંનેએ ફરી સાથે કામ કરવું જોઈએ તેવી ડિમાન્ડ કરતો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. 

દીપિકાએ આ વિડીયોેને લાઈક કર્યો હતો. તે પરથી  ચાહકો માની રહ્યા છે   કે દીપિકાએ રણબીર સાથે કામ કરવા માટે સંમતિ આપી દીધી છે. હવે આ બાબતે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટની રાહ  જોવાઈ રહી છે. એક સમયે દીપિકા અને રણબીરની રિલેશનશિપ પણ ચર્ચાનો વિષય બની હતી. જોકે, બાદમાં દીપિકાએ રણવીર સિંહ સાથે અને રણબીરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરી લીધાં  હતાં. હજુ થોડા સમય પહેલાં જ દીપિકા અને રણબીર જાહેરમાં એકબીજાને બહુ ઉમળકાભેર મળતાં હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. તે પરથી પણ એવું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે કે બંને વચ્ચે હવે કોઈ કડવાશ રહી નથી. ચાહકોએ જણાવ્યું હતું કે બોલીવૂડ પ્રોડયૂસરો હાલ કોઈ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ ચાલતી નથી તેની ચિંતા  કરી રહ્યા છે ત્યારે તેમણે દીપિકા અને રણબીરની સુપરહિટ જોડીને ફરી અજમાવવી જોઈએ. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here