કરણ જોહરે ‘દોસ્તાના ટુ’ માટે ફરી તૈયારી હાથ ધરી છે. અગાઉ મૂળ હિરો કાર્તિક આર્યનના સ્થાને વિક્રાંત મૈસી ગોઠવાયો હોવાની ચર્ચા હતી. હવે અપડેટ અનુસાર મૂળ હિરોઈન જાહ્નવી કપૂરને સ્થાને પ્રતિભા રાન્ટાને મુખ્ય ભૂમિકા ઓફર કરાઈ છે.

આ ફિલ્મમાં પહેલા કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂરની જોડી જોવા મળવાની હતી. જોકે, બોલીવૂડના વર્તુળોમાં ચર્ચા મુજબ આ ફિલ્મ વખતે જાહ્નવી અને કાર્તિક વચ્ચે અણબનાવ સર્જાયો હતો. કરણ જોહરે જાહ્નવીનો પક્ષ લઈ કાર્તિક પર અનપ્રોફેશનલ અભિગમનો આરોપ મૂક્યો હતો. ફિલ્મનું ૨૦ ટકા જેવું શૂટિંગ થઈ ચૂક્યું હોવા છતાં આ ફિલ્મ કરણે પડતી મૂકી દીધી હતી.
હવે કરણ અને કાર્તિકના સંબંધો પણ સુધરી ચૂક્યા છે અને કાર્તિક કરણના પ્રોડક્શનની ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. જાહ્વનીને હવે આ ફિલ્મમાં કોઈ રસ નથી. આથી તેના સ્થાને ‘લાપત્તા લેડીઝ’થી જાણીતી પ્રતિભા રાન્ટાને રોલ ઓફર કરાયો છે.

