ધર્મેન્દ્રના અવસાન બાદ તેની અને સની દેઓલ તથા બોબી દેઓલની ફિલ્મ ‘અપને ટુ’ની સ્ક્રિપ્ટ નવેસરથી લખાશે એમ ફિલ્મ સર્જક દીપક મુકુટે જણાવ્યું છે.

તેણે કહ્યું હતું કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ ધર્મેન્દ્રને પસંદ પડી હતી. તેઓ ભાગ બેમાં કામ કરવા માટે આતુર હતા. હવે આ ફિલ્મ ધર્મેન્દ્રને અંજલિ રુપે બનાવાશે. પાર્ટ ટુમાં મૂળ ફિલ્મની સાથે કથાનો તંતુ જળવાયેલો રહેશે અને તેમાં ધર્મેન્દ્રના પાત્રના પણ ઉલ્લેખો આવતા રહેેશે.
અગાઉ ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માએ એવી જાહેરાત કરી દીધી હતી કે હવે ધર્મેન્દ્રનું અવસાન થઈ ચૂક્યું હોવાથી આ ફિલ્મ નહિ બને.
જોકે, નિર્માતા દીપક મુકુટે કહ્યું હતું કે ફિલ્મ બનશે કે નહિ તે નક્કી કરવાનો કોઈ અધિકાર દિગ્દર્શક પાસે નથી.

