પાછલાં કેટલાંય વર્ષોથી એક પછી એક ફલોપ ફિલ્મોનો સામનો કરી રહેલા રણવીર સિંહની ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર હિટ ગઈ છે તેના કારણે તેના કેટલાય પેન્ડિંગ પ્રોજેક્ટ હવે આગળ વધે તેવી શક્યતા છે. ફરહાન અખ્તર લાંબા સમયથી ‘ડોન થ્રી’નું પ્લાનિંગ કરી રહ્યો હતો. પરંતુ, બોલિવુડ વર્તુળોમાં ચર્ચા અનુસાર તે શૂટિંગ શરુ કરતાં પહેલાં ‘ધુરંધર’ને ટિકિટબારી પર કેવો રિસ્પોન્સ મળે છે તેની રાહમાં હતો. એ જ રીતે જય મહેતાએ પણ ‘પ્રલય’ ફિલ્મ પ્લાન કરી હતી પરંતુ તેમણે હવે શૂટિંગ આગળ વધારવાનું નક્કી કર્યું છે.

પાછલાં કેટલાંક વર્ષોમાં રણવીરની સંખ્યાબંધ બિગ બજેટ ફિલ્મો ફલોપ ગઈ હોવાથી તથા તેના કેટલાક પ્રોજેક્ટ અધવચ્ચેથી જ બંધ પડી ગયા હોવાથી ફાઈનાન્સિઅર્સ પણ રણવીરની ફિલ્મોમાં રોકાણ કરતાં ખચકાતા હતા.
હવે ૨૦૨૬ની શરુઆતથી ‘ડોન થ્રી’ અને પછી ‘પ્રલય’નું શૂટિંગ શરુ થશે તેવા અણસાર છે.

