BOLLYWOOD : નંદમુરી બાલકૃષ્ણએ હર્ષાલીને પોતાની તરફ ખેંચતાં ચાહકો લાલઘૂમ

0
42
meetarticle

સલમાન ખાનની ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મમાં મુન્ની રોલમાં દેશવિદેશમાં ચાહના મેળવનારી હર્ષાલી મલ્હોત્રા હવે તેલુગુ ફિલ્મ ‘અખંડા ટુ’થી બિગ સ્ક્રીન પર હિરોઈન તરીકે ડેબ્યૂ કરી રહી છે. જોકે, આ ફિલ્મનાં  સોંગ લોન્ચની ઈવેન્ટમાં ફિલ્મના હિરો નંદમુરી બાલકૃષ્ણએ હર્ષાલીને પોતાની સાથે પોઝ આપવા માટે બળપૂર્વક પોતાની પાસે ખેંચી લીધી હતી. આ વિડીયો જોઈ ચાહકો ભારે નારાજ થઈ ગયા છે. માત્ર ૧૭ વર્ષની હર્ષાલી સાથે આધેડ નંદમુરી બાલકૃષ્ણની આ કુચેષ્ટાથી સંખ્યાબંધ ચાહકો સમગ્ર ફિલ્મ દરમિયાન હર્ષાલીએ શું વેઠવું પડશે તે બાબતે ચિંતિત થઈ ગયા છે. કેટલાક ચાહકોએ લખ્યું હતું કે આ માણસથી હર્ષાલીને બચાવી લો. કેટલાક ચાહકોએ નોંધ્યું હતું કે હર્ષાલીના ચહેરા પર પરાણે સ્મિત દેખાય છે પરંતુ તેની આંખોમાં ભય સાફ કળી શકાય છે. 

 કોઈએ લખ્યું હતું કે નંદમુરીએ હર્ષાલીને બહુ અભદ્ર રીતે સ્પર્શ કર્યો છે. કોઈએ લખ્યું હતું કે હર્ષાલીના ફેમિલી કે મેનેજર કે અન્ય કોઈ તેની વ્હારે કેમ નથી આવ્યા. કેટલાક લોકોએ લખ્યું હતું કે તેમને અત્યારથી જ હર્ષાલી વિશે ચિંતા થઈ રહી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here