BOLLYWOOD : નરગિસ ફખરીને ૪૬મા જન્મદિને પતિએ 10 કરોડની કાર ગિફટ કરી

0
33
meetarticle

એકટ્રેસ નરગિસ ફખરીને તેના જન્મદિવસે પતિ ટોની બેગ દ્વારા ૧૦.૩ કરોડની રોલ્સ રોયસ ક્યુલિનન કારની ગિફ્ટ કરવામાં આવી છે.

નરગિસે બ્લૂ રંગની આ શાનદાર કાર સાથે ખાસ ફોટો શૂૂટ કરાવ્યું હતું અને તેના ફોટા પોસ્ટ કરી ચાહકો સાથે આ ગિફ્ટની વાત શેર કરી હતી.

નરગિસ ફખરીનો જન્મદિવસ ગત ઓક્ટોબર માસમાં હતો. તેના એક મહિના પછી નરગિસે ચાહકોને આ ગિફ્ટ વિશે જાણ કરી છે.

નરગિસ અને ટોની બેગ બહુ લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં. તેમણે ગત ફેબુ્રઆરી ૨૦૨૫માં જ એક નાનકડા સમારંભમા ગુપચુપ લગ્ન કરી લીધાં હતાં.

અમેરિકામાં કેલિફોર્નિયામાં બેવર્લી હિલ્સ ખાતે યોજાયેલાં તેમનાં લગ્નમાં બહુ અંગત મિત્રો અને સ્વજનો જ હાજર રહ્યા હતા. આમ લગ્ન પછી આવેલા પહેલા જ જન્મદિવસે નરગિસને આ શાનદાર ગિફ્ટ મળી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here