લાપત્તા લેડીઝ’ ફિલ્મથી રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયેલી નિતાંશી ગોયલને એક પછી એક ફિલ્મોની ઓફર થઈ રહી છે. હવે તેેને સાઉથની એક ફિલ્મ ઓફર થઈ છે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડાનો ભાઈ આનંદ દેવરકોંડા તેનો હિરો હશે.

આ ફિલ્મને પાન ઈન્ડિયા ફિલ્મ ગણાવાઈ રહી છે. તેનું શૂટિંગ આવતા મહિનેથી શરુ કરાશે. નિતાંશી અને આનંદ બંને સમગ્ર ભારતના ઓડિયન્સ માટે એક ફ્રેશ જોડી બની શકે તેમ હોવાથી તેમને પસંદ કરાયાં છે.
નિતાંશીને આ બીજી મોટી ફિલ્મ મળી છે. અગાઉ તેને અભય વર્મા સાથે એક રોમાન્ટિક ફિલ્મ માટે પણ સાઈન કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે, નિતાંશીએ હજુ સુધી પોતાની આગામી ફિલ્મો વિશે સત્તાવાર રીતે કશું જ જણાવ્યું નથી.

