સંગીતકાર આર ડી બર્મનની બાયોપિકની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ જીવનકથનીનું દિગ્દર્શન નીરજ પાંડે કરશે.જોકે નીરજ પાંડેએ આ બાબતે સત્તાવાર પુષ્ટિ કરી નથી. સૂત્રોના અનુસાર, ફિલ્મની પટકથા તૈયાર થઇ ગઇ છે અને સ્કોટલેન્ડ અને બુડાપેસ્ટમાં શૂટિંગ માટે રેકી પણ કરી લેવામાં આવી છે. જોકે આ બાયોપિક માટે હજી કાસ્ટિંગ વિશે ફાઇનલ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે નિર્માતાઓએ એક અભિનેતા સાથે વાતચીત શરૂ કરી દીધી છે. આ અભિનેતાની તારીખો મળ્યા બાદ શૂટિંગની તારીખો ફાઈનલ થશે.

આર.ડી. બર્મન પંચમ દા ના નામે ભારતીય સિનેમામાં લોકપ્રિય થયા હતા. તેમના કારકિર્દી ૧૯૬૦ થી ૧૯૯૦ના દાયકા સુધી રહી હતી.
આ દરમિયાન તેમણે ૩૦૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.

