BOLLYWOOD : નોરા ફતેહીએ ભૂષણકુમાર સાથે અફેરની વાત પાંચ વર્ષે નકારતાં આશ્ચર્ય

0
15
meetarticle

નોરા ફતેહીએ ટી સીરિઝ કંપનીના માલિક ભૂષણ કુમાર સાથે તેનું અફેર ચાલતું હોવાની એક પોસ્ટ અંગે પાંચ વર્ષ બાદ પ્રત્યાઘાત આપતાં આશ્ચર્ય સર્જાયું છે. નોરાએ પોતાના પ્રત્યાઘાતમાં આ અફવાને હસી કાઢી છે.

જોકે, આ ચેષ્ટા બદલ નોરા ભારે ટ્રોલ થઈ રહી છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે હવે પાંચ વર્ષ બાદ આ મુદ્દો ઉખેડવાની ક્યાં જરુર હતી. કેટલાકે લખ્યું હતું કે નોરાએ છેક હવે જવાબ આપીને મૂળ પોસ્ટને વધારે ચર્ચિત કરી દીધી છે. તે પબ્લિસિટી માટે આવી ચેષ્ટા કરી રહી છે. નોરા હાલ મોરોક્કોના ફૂટબોલ ખેલાડી અશરફ હકિમી સાથે અફેર ધરાવતી હોવાનું કહેવાય છે. નોરાએ તેની એક પોસ્ટને લાઈક કરી હતી તે પછી બંનેનાં અફેરની ચર્ચાઓ શરુ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે ભૂષણ કુમારનાં લગ્ન હિરોઈન દિવ્યા ખોસલા સાથે થઈ ચૂક્યાં છે. જોકે, તેમનાં લગ્નજીવનમાં વિખવાદની અફવા એકથી વધુ વખત ચગી ચૂકી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here