BOLLYWOOD : નોરા ફતેહીને ભારતમાંથી દેશનિકાલ કરવાની માંગ

0
22
meetarticle

નોરા ફતેહીએ ‘સરકે ચુનર તેરી સરકે’ અશ્લીલ ગીત દ્વારા વર્ક પરમીટની શરતોનો ભંગ કર્યો હોવાનો દાવો કરી તેને દેશનિકાલ કરી દેવાની માગણી વકીલોના એક જૂથ દ્વારા કરાઈ છે. આ વકીલોએ સંબંધિત સરકારી વિભાગો તથા વિવિધ એજન્સીઓ સમક્ષ આ માગણી કરી છે.  તેમના જણાવ્યા અનુસાર આ ગીત દ્વારા ભારતીય મહિલાઓનું અપમાન કરાયું છે અને જાહેર નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરાયું છે. મૂળ એક કન્નડા ફિલ્મ ‘કેડી ઃ ધી ડેવિલ’નાં ગીતના અશ્લીલ શબ્દોને કારણે વિવાદ થતાં કેન્દ્ર સરકારે આ ગીત પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુ ટયુબ  સહિતનાં પ્લેટફોર્મ પરથી પણ આ ગીત હટાવી લેવાયું છે. 

જોકે નોરા ફતેહીએ દાવો કર્યો હતો  કે પોતે ભાષાથી અજાણ હોવાથી તે ગીતના અશ્લીલ શબ્દો વિષે કોઇ સમજ નહોતી.પોતાને ગીતના શબ્દો બાબતે અંધારામાં રાખવામાં આવી હોવાનો દાવો તેણે કર્યો હતો. ખાસ વાત એ છે કે આ ગીતમાં નોરા સાથે ડાન્સ કરનાર સંજય દત્ત વિરુદ્ધ કોઈએ એક શબ્દ પણ કહ્યો નથી કે તેની વિરુદ્ધ કાર્યવાહીની વાત કોઈ ઉચ્ચારતું નથી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here