સાઉથ સ્ટાર પ્રભાસની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ The Raja Saab રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થતાં બોક્સ ઓફિસમાં હલચલ મચાવી દીધી છે. આજે શુક્રવારે(9 જાન્યુઆરી, 2026) સાંજે 6 વાગ્યા સુધી આ ફિલ્મે પહેલા દિવસે 19 કરોડથી વધુની કમાણી કરી છે અને ઘણાં ફિલ્મના ઓપનિંગ ડે કલેક્શનને પાછળ છોડી દીધુ છે.

પ્રભાસની ફિલ્મ The Raja Saab નું ધમાકેદાર ઓપનિંગ
“ધ રાજા સાબ” એ તેના પહેલા દિવસે એડવાન્સ બુકિંગમાં કરોડોની કમાણી કરી હતી. રિલીઝ થયા પછી પણ ફિલ્મ હજુ પણ સતત કમાણી કરી રહી છે. “ધ રાજા સાબ” એ ‘તેરે ઇશ્ક મેં’ ફિલ્મના પહેલા દિવસના કલેક્શનને પાછળ છોડી દીધું છે. ધનુષ અને કૃતિ સેનન અભિનીત આ ફિલ્મે તેના પહેલા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર રૂ.16 કરોડની કમાણી કરી હતી. જ્યારે પ્રભાસની ફિલ્મે ‘સ્કાય ફોર્સ’ (રૂ.12.25 કરોડ), ‘જોલી એલએલબી 3′(રૂ.12.5 કરોડ), ‘સિતાર જમીન પર’ (રૂ.10.7 કરોડ) અને ‘જાટ’ (રૂ.9.5 કરોડ)ના ઓપનિંગ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે.
The Raja Saab ફિલ્મ વિશે
The Raja Saab એક હોરર-કાલ્પનિક ફિલ્મ છે, જેને મારુતિએ ડાયરેક્ટ કર્યું છે. ફિલ્મમાં પ્રભાસ, સંજય દત્ત સાથે મુખ્ય રોલમાં જોવા મળે છે. માલવિકા મોહનન સાથે ફિલ્મમાં રિદ્ધિ કુમાર, નિધિ અગ્રવાલ, ઝરીના વહાબ અને બોમન ઈરાની ફિલ્મમાં છે.
પ્રભાસની આગામી ફિલ્મો
“ધ રાજા સાબ” બાદ પ્રભાસ પાસે ઘણી મોટી ફિલ્મો પાઇપલાઇનમાં છે. પ્રભાસ આગામી ફિલ્મ “સ્પિરિટ” માં જોવા મળશે, જેમાં તૃપ્તિ ડિમરી મુખ્ય રોલમાં દેખાશે. આ ફિલ્મને સંદીપ રેડ્ડી વાંગા ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત, પ્રભાસ પાસે “સલાર પાર્ટ 2” અને “કલ્કી 2898 એડી 2” જેવી ફિલ્મો પણ છે.
