ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરાની કઝીન મન્નારા ચોપરા પણ ચાહકોની ફેવરિટ છે. મન્નારા તેના ગ્લેમરસ અંદાજ માટે ઓળખાય છે. આ વખતે તેણે હિજાબ પહેરેલી તસવીરો શેર કરતા કેટલાક ચાહકોને કુતુહલ થયું હતું. જો કે, વાત એમ હતી કે, મન્નારા બહેરીનની સૌથી મોટી મસ્જિદ ગણાતી અલ-ફતેહ ગ્રાન્ડ પહોંચી હતી, જ્યાંથી તેણે કેટલીક તસવીરો શેર કરી છે.

મન્નારાને હિજાબમાં જોઈને ચાહકો ચોંકી ઉઠ્યા
મન્નારા હિજાબ પહેરીને મસ્જિદમાં પહોંચી હતી. મન્નારાના માતા પણ હિજાબમાં દેખાયાં હતાં. ગ્લેમરસ અને બોલ્ડ મન્નારાને હિજાબમાં જોઈને ચાહકો ચોંકી ઉઠ્યા છે. હવે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
ચાહકો મન્નારાની ખૂબ પ્રસંશા કરી રહ્યા
જો કે, અનેક ચાહકો મન્નારાની ખૂબ પ્રસંશા કરી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે મન્નારા માત્ર ‘માનવતા’ના ધર્મમાં વિશ્વાસ રાખે છે. એક યુઝરે લખ્યું કે, ‘હિજાબમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.’ બીજા એક યુઝરે લખ્યું કે, ‘મન્નારા હિજાબમાં કેટલી ક્યુટ લાગી રહી છે.’મન્નારાને બિગ બોસમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ ‘લાફ્ટર શેફ ટુ’ માં પણ ચાહકો તેનાથી ખૂબ ઈમ્પ્રેસ થયા હતા. મન્નારા ચાહકોના દિલ પર રાજ કરે છે.

