BOLLYWOOD : પ્રિયંકા ચોપરાની વારાણસીનું હજુ છ માસનું શૂટિંગ બાકી

0
11
meetarticle

પ્રિયંકા ચોપરા તથા મહેશબાબુની ફિલ્મ ‘વારાણસી’નું શૂટિંગ ૧૪ મહિનાથી ચાલી રહ્યું છે અને હજુ તેનું છ માસનું શૂૂટિંગ બાકી છે.

પ્રિયંકાએ જાતે કન્ફર્મ કર્યું હતું કે આ ફિલ્મનું હજુ છ મહિનાનું શિડયૂલ બાકી છે. ફિલ્મ શૂટિંગ માટે પ્રિયંકા ભારત અને અમેરિકા વચ્ચે અવરજવર કરી રહી છે. રાજામૌલીની આ મહત્વાકાંક્ષી ફિલ્મ એપ્રિલ ૨૦૨૭માં રીલિઝ કરવાનું હાલ નક્કી કરાયું છે.

પ્રિયંકાએ કહ્યું હતું કે મેં છ વરસથી મેં ભારતની કોઇ ફિલ્મમાં કામ કર્યું નહતું. પરંતુ રાજામૌલીની વારાણસીની ઓફરને નકારી શકી નહોતી. રાજામોલી ભારતના સૌથી પ્રતિભાશાળી દિગ્દર્શકોમાંનો એક છે.

ફિલ્મનાં શૂટિંગ માટે તેલંગણામાં જ વારાણસીનો સેટ તૈયાર કરાયો છે. આ ઉપરાંત ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ ઓડિસામાં તથા કેટલાક ભાગનું શૂટિંગ આફ્રિકામાં થયું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here