કરિશ્મા કપૂર પાસે મુંબઈના બાંદરા વિસ્તારમાં દરેક બિલ્ડિંગમાં એક-એક ફલેટ છે તેવો દાવો અક્ષય કુમારે હાલ એક ગેમ શોમાં કરિશ્માની હાજરીમાં કર્યો હતો. જોકે, કરિશ્માએ આ વાતને મજાકમાં ખપાવતાં કહ્યું હતું કે એમ તો અક્ષય કુમાર આખાં જૂહુનો માલિક છે.

જોકે, હાલ કરિશ્મા કપૂર તેના સ્વ. એક્સ પતિ સંજય કપૂરની પ્રોપટીમાંથી હિસ્સા માટે કાનૂની લડાઈ લડી રહી છે તેવા સમયે જ અક્ષય કુમારે કદાચ મજાકમાં પણ કરેલા આ દાવાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
અક્ષય કુમારે કરિશ્મા કપૂરને પોતાના ગેમ શોમા મજાકના સૂરે કહ્યું હતું કે, બાંદરાના દરેક બિલ્ડિંગમાં તેનો એક ફ્લેટ છે. દરેક ફ્લેટની નેમ પ્લેટ પર કે કપૂર અંગ્રેજીમાં લખ્યું છે. તેઓ પોતાની નામની પ્લેટ આ જ રીતે દરવાજાની બહાર મુકે છે. તેની માતા બબીતા કપૂર પણ બી કપૂર પોતાના ફ્લેટના દરવાજાની બહાર લખે છે. અગાઉ અક્ષય કુમારે અન્ય એક રિયાલિટી શોમાં કરીના કપૂરની પણ આ રીતે મજાક કરતાં કહ્યું હતુું કે બંને બહેનોના બાંદરામાં અનેક ફલેટ છે.બંને બહેનોએ પ્રોપર્ટીમાં ભરપૂર રોકાણ કર્યું છે.

