BOLLYWOOD : બાવન વર્ષની વયે મલાઈકા આઈટમ સોંગમાં : બે કરોડની ફી વસૂલી

0
41
meetarticle

મલાઈકા અરોરાએ આગામી ફિલ્મ ‘થામા’માં એક આઈટમ સોંગ કર્યું છે. ફક્ત ત્રણ મિનીટનાં આ સોંગ માટે તેણે બે કરોડ રુપિયા વસૂલ્યા હોવાનું કહેવાય છે. 

ફિલ્મમાં આયુષમાન ખુરાના તથા રશ્મિકા મંદાના મુખ્ય કલાકારો છે. જોકે, ફિલ્મમાં નાનો મોટો રોલ કરનારા અન્ય કેટલાય કલાકારો કરતાં મલાઈકાને ફક્ત આ ગીત માટે જ વધારે પૈસા મળ્યા છે. 

બોલીવૂડમાં હાલ આઈટમ સોંગ માટે નોરા ફતેહી અને  તમન્ના ભાટિયા સૌથી વધુ ડિમાન્ડમાં હોવાનું મનાય છે. 

જોકે, બાવન વર્ષની મલાઈકા હજુ પણ આ યુવા ડાન્સર્સને હંફાવી રહી છે. મલાઈકાએ  છેક ૧૯૯૮માં આવેલી ‘દિલ સે ‘ ફિલ્મ માટે ‘છૈયાં છૈયાં ‘ સોંગ  કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી તે અનેક હિટ આઈટમ સોંગ આપી ચૂકી છે. આ વયે પણ તેની ફીટનેસ અનેક યુવાન અભિનેત્રીઓને ઈર્ષા કરાવે  તેવી  છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here