BOLLYWOOD : ‘બાહુબલી: ધ એપિક’ મોટા પડદા પર આ તારીખે થશે ધમાકો

0
40
meetarticle

એસ.એસ. રાજામૌલીની સૌથી ભવ્ય ગાથા, ‘બાહુબલી’, એક નવા અનુભવ સાથે મોટા પડદા પર આવી રહી છે. બંને ફિલ્મોને જોડીને રાજામૌલી હવે ‘બાહુબલી – ધ એપિક’ લઈને આવ્યા છે. તેનું ટ્રેલર જોઈને તમારા રુવાટાં ઉભા થઈ જશે. એસ.એસ. રાજામૌલીની સિનેમૅટિક એપિક ‘બાહુબલી’ 2015 માં રિલીઝ થઈ હતી. ત્યારે દર્શકોને ખબર નહોતી કે, તેની શું અપેક્ષા રાખવી. એમ કહેવું ખોટું નહીં હોય કે, આપણામાંથી ઘણા લોકો હશે જેમણે પહેલી વાર ફિલ્મ જોઈ હતી, તેઓ માનતા ન હતા કે તે ભારતમાં બની છે. ફિલ્મનો સિનેમૅટિક અનુભવ તેના રેકોર્ડ જેટલો જ શાનદાર હતો.

પહેલા ભાગનો ટ્વિસ્ટ જોયા પછી સમગ્ર દેશમાં એક જ પ્રશ્ન હતો: ‘કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?’ અને જ્યારે બીજા હપ્તામાં જવાબ મળ્યો, ત્યારે લોકોએ થિયેટરોમાં જાદુ જોયું, જેણે ભારતીય સિનેમાને બદલી નાખી. હવે, આ જાદુ ફરી એકવાર મોટા પડદા પર પરત આવી રહ્યો છે. રાજામૌલીએ બંને ફિલ્મોને એક ફિલ્મમાં જોડી દીધી છે અને તેનું નામ ‘બાહુબલી – ધ એપિક’ રાખ્યું છે.

આવી ગયું ‘બાહુબલી – ધ એપિક’ નું ટ્રેલર 

જ્યારથી રાજામૌલીએ જાહેરાત કરી છે કે, તેઓ બંને બાહુબલી ફિલ્મોને નવા એપિક અને ગુણવત્તા સાથે એક ફિલ્મમાં લાવશે, ત્યારથી ચાહકો આતુરતાથી રિલીઝની રાહ જોઈ રહ્યા છે. “બાહુબલી – ધ એપિક” નું ટ્રેલર જોઈને એવું લાગે છે કે રાહ જોવાની દરેક ક્ષણ સાર્થક રહી છે. દરેક સિનેમા ચાહક શિવગામી દેવીના પુત્રો, અમરેન્દ્ર બાહુબલી અને ભલ્લાલ દેવા વચ્ચેના રાજકીય યુદ્ધની સ્ટોરી તો સિનેમા ચાહકોને યાદ છે. પરંતુ જે બદલાયું છે તે સિનેમેટિક અનુભવ છે.

“બાહુબલી – ધ એપિક” નું ટ્રેલર જોઈને એવું લાગે છે કે રાજામૌલીએ તેને IMAX અને અન્ય અદ્યતન ફોર્મેટ માટે ફરીથી બનાવ્યું છે. 10 વર્ષમાં સિનેમાનો દ્રશ્ય અનુભવ નોંધપાત્ર રીતે બદલાઈ ગયો છે. રાજામૌલી આ સુધારેલા સંસ્કરણ સાથે તેમની સમય-પરીક્ષણ સ્ટોરીને વધુ ભવ્ય રીતે રજૂ કરવા માટે તૈયાર છે.

‘બાહુબલી – ધ એપિક’ ક્યારે રિલીઝ થશે?

રાજામૌલીની આ ફિલ્મ 31 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. એટલે કે ટ્રેલર રિલીઝ થયાના લગભગ સાત દિવસ પછી. આ રિલીઝની ખાસ વાત એ છે કે તમે રાજામૌલીનો ભવ્ય સિનેમેટિક એક્સ્ટ્રાવેગેન્ઝા મોટા પડદા પર બહુવિધ ફોર્મેટમાં જોઈ શકશો. આ ફિલ્મ IMAX, D-BOX અને 4DX જેવા અદભુત ફોર્મેટમાં ઉપલબ્ધ થશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here