BOLLYWOOD : બૈજુ બાવરામાં રણવીરના સ્થાને રણબીર ગોઠવાય તેવી સંભાવના

0
46
meetarticle

સંજય લીલા ભણશાલીએ ‘બૈજુ બાવરા’ પ્રોજેક્ટ ફરી રિવાઈવ કર્યો હોવાનું કહેવાય છે. નવાં અપડેટ મુજબ ફિલ્મમાં  રણબીર કપૂર મુખ્ય રોલમાં જોવા મળવા જોવા મળશે. આ પહેલા આ રોલ માટે રણવીર સિંહનું નામ ચર્ચામાં હતું. એક રિપોર્ટના અનુસાર, સંજય લીલા ભણશાલીએ પોતાની આગામી સંગીતમઢી રોમેન્ટિક ફિલ્મ માટે રણબીર કપૂરને ફાઇનલ કર્યો છે. આવતા વરસે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના છે. 

રણબીર કપૂર રોજ સવારે ૧૯૫૦ના દાયકાના ક્લાસિક ગીતો સાંભળે છે. જેમાં બૈજુ બાવરાના ગીતો પણ સામેલ છે. તેના આધારે તે આ ફિલ્મની તૈયારી કરી ર હ્યો હોવાનું મનાય છે. 

રણવીર માટે આ ફિલ્મ ગુમાવવી એ બહુ મોટો ફટકો છે. તેની ‘શક્તિમાન’ અને ‘રાક્ષસ’ સહિતની ફિલ્મો શરુ થતાં પહેલાં જ બંધ થઈ ચૂકી છે. તેની કેરિયરનો મોટો દારોમદાર હવે આગામી ફિલ્મ ‘ધુરંધર’ પર છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here