BOLLYWOOD : બોક્સ ઓફિસ કલેક્શનની રીતે દીપિકા સૌથી ટોચ પર

0
32
meetarticle

ટોટલ બોક્સ ઓફિસ કલેક્શનની રીતે દીપિકા પાદુકોણ બોલિવુડની ટોચની અભિનેત્રી હોવાનું એક લિસ્ટમાં દર્શાવાયું છે. દીપિકાની ૨૭ ફિલ્મોએ કુલ ૩૨૦૧ કરોડની કમાણી કરી છે.

કેટરિના કૈફે અત્યાર સુધીમાં ૩૪ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની ફિલ્મોએ રૂ. ૩,૧૩૦ કરોડથી વધુ કમાણી કરી છે. ત્રીજા નંબર પર કરીના કપૂર અને ચોથા નંબર પર રશ્મિકા મંદાના છે. અનુક્રમે કરીનાએ ૫૧ ફિલ્મો કરીને રૂ. ૨,૬૭૧ કરોડ બોક્સ ઓફિસ પર ઠાલવ્યા છે. રશ્મિની ૧૧ ફિલ્માનું કુલ કલેકશન રૂ. ૨,૩૪૮ રહ્યું છે. શ્રદ્ધા કપૂૂર ૧૯ ફિલ્મો અને ૧૯૩૮ કરોડ સાથે પાંચમે, આલિયા ભટ્ટ ૧૭ ફિલ્મો અને ૧૮૩૦ કરોડ સાથે છઠ્ઠા નંબરે છે. સાતમા નંબરે પ્રિયંકા ચોપરાની ૪૧ ફિલ્મોએ ૧,૬૦૩ કરોડ, આઠમા નંબરે અનુષ્કા શર્મા ની૧૫ ફિલ્મો એ ૧,૫૩૯ કરોડ, જેકલીન ફર્નાન્ડિઝ ની ૨૧ ફિલ્માએ રૂ. ૧,૪૮૨ કરોડ અને સોનાક્ષી સિંહાની ૨૫ ફિલ્મોએ રૂ. ૧,૩૧૬ કરોડનું કલેકશન મેળવ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here