બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની જેમ તેમનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ ઉભી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે. ઇબ્રાહિમ તાજેતરમાં જ ફિલ્મ ‘નાદાનિયાં’ થી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ્યો હતો. આ ફિલ્મમાં દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર મુખ્ય ભૂમિકામાં હતી. થિયેટરમાં રિલીઝ થવાને બદલે તે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. ઈબ્રાહિમની પહેલી ફિલ્મને લઈને ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, શૌના ગૌતમ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ નિષ્ફળ રહી હતી. એટલું જ નહીં ઇબ્રાહિમને ફિલ્મમાં તેની એક્ટિંગ માટે પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ઇબ્રાહિમે હવે આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે

.નાદાનિયાં’ એક ખૂબ જ ખરાબ ફિલ્મ
હાલમાં જ એર ઈન્ટરવ્યુંમાં ઈબ્રાહિમ અલી ખાને સ્વીકાર્યું કે, ‘નાદાનિયાં’ ખૂબ જ ખરાબ ફિલ્મ હતી. થોડા સમય પહેલા સુધી દરેક મારી ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા હતા, અને ‘નાદાનિયાં’ પછી તેનો પ્રચાર ખૂબ જ ઘટી ગયો. તેઓએ મને સતત ટ્રોલ કર્યો. આ ખૂબ જ ખરાબ છે… અને મને તેના પર ખૂબ જ ખરાબ લાગ્યું છે. હું માત્ર એટલું જ કહીશ કે, તે ખૂબ ખરાબ ફિલ્મ હતી.’
આ ખરેખર ખૂબ ખરાબ હતું
અભિનેતાએ આગળ કહ્યું, ‘આ ખરેખર ખૂબ ખરાબ હતું. આ એક પ્રકારનું કલ્ચર બની ગયું છે કે, ‘અરે, ચાલો તે ફિલ્મને ટ્રોલ કરીએ’ કેટલાક લોકો તેને માત્ર એટલા માટે ટ્રોલ કરી રહ્યા હતા કારણ કે તેઓએ સાંભળ્યું કે, કોઈ બીજું તેને ટ્રોલ કરી રહ્યું છે. આ અયોગ્ય છે,પરંતુ જો હું ભવિષ્યમાં બ્લોકબસ્ટર ફિલ્મ બનાવીશ, તો મને આવી જ પ્રતિક્રિયાની અપેક્ષા રહેશે. તેઓ મારી પાછળ પાગલ થઈ જશે.’હું ખૂબ જ મહેનત કરી રહ્યો હતો
ઇબ્રાહિમ આગળ કહ્યું કે, હું ખૂબ જ મહેનત કરી રહ્યો હતો, જાણે હું હજી પણ મારી બોલવાની ક્ષમતા પર કામ કરી રહ્યો છું. પરંતુ એક રીતે મને લાગે છે કે, મેં તે ફિલ્મ ઉતાવળમાં બનાવી હશે. જ્યારે મેં તેનું શૂટિંગ શરૂ કર્યું ત્યારે હું 21 વર્ષનો હતો. મારી આસપાસના લોકો 26, 27 કે 28 વર્ષની ઉંમરે આ કામ કરી રહ્યા છે.
