RRRની સફળતા બાદ રાજામૌલી તેની બીજી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે. અમુક શેડ્યૂલ પૂર્ણ થઈ ચૂક્યા છે, તો અમુક લાઇનઅપમાં છે. રાજામૌલીએ પ્રભાસ, રામ ચરણ અને જૂનિયર NTR પછી મહેશ બાબુ પર દાવ લગાવ્યો છે. જણાવી દઈએકે મહેશ બાબુની પહેલી પેન ઈન્ડિયાની ફિલ્મ હશે. SSMB29 ભારતીય સિનેમાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે, જેને 1000 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રિયંકા ચોપડા પણ મહેશ બાબુની સામે કામ કરશે, એટલે તે પણ વારંવાર ભારત આવી રહી છે. જેથી કામ જલદી પૂર્ણ કરી શકે. હવે સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મમાં રણબીર કપૂરની પણ એન્ટ્રી થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર રણબીર કપૂર અને રાજામૌલીના કોલાબ્રેશનના સમાચાર આગની જેમ વાઇરલ થઈ રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે, રણબીર પણ 100 કરોડની ફિલ્મનો ભાગ હશે. જણાવી દઈએકે ફિલ્મ ‘એનિમલ’ રિલીઝ થયા પછીથી જ રણબીર તેની આવનારી ફિલ્મનો શૂટિંગમાં વ્યસ્ત છે. હવે રણબીરને નવો પ્રોજેક્ટ પણ મળ્યો છે.

રાજામૌલીની ફિલ્મમાં રણબીર કપૂર?
એક રિપોર્ટ પ્રમાણે, રાજામૌલીએ ફિલ્મના બીજા ભાગમાં એક યૂનિક એપિસોડ ડિઝાઇન કર્યો હતો. જેથી દર્શકોને વધુ સારી રીતે સિનેમેટિક અનુભવ આપી શકાય. આ સીન માટે રણબીર કપૂરની પસંદગી કરાઇ છે. એવુ જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં રણબીરનો રોલ નાનો છે. તે પણ અસરદાર છે, જે અમુક સેકેન્ડમાં જ દર્શકોનું ધ્યાન આકર્ષિત કરશે.
ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે?
રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં રણબીર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. આમ તો મેકર્સે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પણ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં હોવું એક મોટી વાત છે. પરંતુ એક બાજુએ એવા સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મમાં મહેશ બાબુનું પાત્ર ભગવાન રામથી પ્રેરિત છે. એટલે હવે જ્યાં સુધી મેકર્સ દ્વારા સત્તાવાર માહિતી નહીં આવે ત્યાં સુધી અફવાઓની બજારમાં રણબીરની અટકળો વહેતી રહેશે.

