ઓટીટીની ટોપની એકટ્રેસ રસિકા દુગ્ગલ એક ઈન્ટરવ્યૂૂમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘એનિમલ’ની ટીકા કરીને ફસાઈ ગઈ છે. તેણે એનિમલ પુરુષપ્રધાન માનસિકતાને પોષતી અને અતિશય હિંસક ફિલ્મ હોવાનું જણાવી પોતે આવી ફિલ્મમાં કામ કરવાનું ક્યારેય પસંદ ન કરે તેવી ડાહી ડાહી વાતો કરી હતી.

આ ઈન્ટરવ્યૂ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ તેના પર તૂટી પડયા હતા.
સંખ્યાબંધ લોકોએ જણાવ્યું હતું કે રસિકાની ‘મિર્ઝાપુર’ સીરિઝમાં ‘એનિમલ’ કરતાં સો ગણું વાયોલન્સ અને વલ્ગારિટી હતી.આ સીરિઝમાં કામ કરનારા કોઈ પણ કલાકારે હિંસક દ્રશ્યો વિશે બોલતાં પહેલાં વિચારવું જોઈએ. આ સીરિઝમાં રસિકાનાં પાત્રને એકથી વધુ પુરુષો સાથે ઈન્ટીમેટ થતાં દર્શાવાયું છે તેની પણ યાદ લોકોએ અપાવી હતી.

