ફરાહ ખાન શાહરૂખ ખાન સાથે મૈં હુ ના ફિલ્મની સીકવલ બનાવવાની હોવાના હાલમાં સમાચાર હતા. પરંતુ ફરાહ ખાને હાલમા ંએક ઇન્ટરવ્યુમાં આ વાતને પાયાવિહોણી ગણાવી હતી. તેણે લોકોને આવી વાત પર વિશ્વાસ ન કરવાનું કહ્યું હતું. તેણે સાથેસાથે એમ પણ સ્પષ્ટતા કરી હતી કે હાલ મેં હુના ટુ પર કોઇ પાક્કી યોજના નથી.

હાલમાં એક ન્યુઝ પોર્ટલે એવો દાવો કર્યો હતો કે, મૈં હુ ના ટુ સ્ક્રિપ્ટિંગ સ્ટેજમાં છે અને જલદી જ ફરાહ ખાન અને શાહરૂખ ખાન ૨૦૧૪ની હૈપ્પી ન્યુ ઇયર ફિલ્મ પછી ફરી સાથે કામ કરવાના છે. જોકે ફરાહ ખાને આ વાતને રદિયો આપી દીધો છે.
ઉલ્લેખનીય છ ેકે, મેં હૂના રી-રિલીઝ નવેમ્બર ૨૦૨૫માં કરવામાં આવી હતી.
જે ૨૦ વરસ પછી ફરી રિલીઝ થઇ હોવા છતાં થિયેટરો પર હાઉસફુલના પાટિયાં લાગી ગયા હતા. એટલું જ નહીં દર્શકોએ આ ફિલ્મના વધારાનો શોની માંગણી કરી હતી.

