BOLLYWOOD : મોહનલાલની દ્રશ્યમ થ્રીની વાર્તામાં મોટાપાયે ફેરફારો થશે

0
33
meetarticle

મોહનલાલે ‘દ્રશ્યમ થ્રી’નું શૂટિંગ કરી દીધું છે. અનેક ભાષામાં બની રહેલી મૂળ મલયાલમ  ફિલ્મના ત્રીજા ભાગમાં ફિલ્મમાં વાર્તામાં બહુ મોટાપાયે ફેરફારો થશે. ખુદ ફિલ્મ સર્જક જીતુ જોસેફે આ અંગે હિંટ આપી હતી. 

તેણે કહ્યું હતું કે મુખ્ય પાત્ર જ્યોર્જ કુટ્ટીનાં બાળકો પહેલા ભાગમાં બહુ નાનાં હતાં. બીજા ભાગમાં તેઓ થોડા મોટાં દેખાડાયાં હતાં. હવે ત્રીજા ભાગમાં તેઓ વધુ મોટાં દેખાડાશે. 

દેખીતી રીતે જ જ્યોર્જ તથા તેની પત્નીનાં પાત્રની લાક્ષણિકતાઓ યથાવત રહેશે  પરંતુ બાળકો સમય જતાં અનેક રીતે બદલાતાં હોય છે. તેમાં પણ બચપણમાંથી તરુણાવસ્થામાં અને તરુણાવસ્થામાંથી યુવાનીમાં ડગ માંડતાં સંતાનોમાં અનેક ફેરફારો થતા હોય છે. આ ફેરફારો અને તેની વાર્તા પર અસર હવે  ત્રીજા ભાગમાં વર્તાશે.વધુ એક હિંટ આપતાં તેણે કહ્યું હતું કે પહેલા ભાગમાં સ્થાનિક લોકો સોએ સો ટકા જ્યોર્જ કુટ્ટીના સમર્થનમાં હોવાનું દેખાડાયું હતું અને તેઓ તેના માટે થઈને પોલીસ સાથે લડી લેવા પણ તૈયાર હતા. જોકે, બીજા ભાગમાં સ્થાનિક લોકોને થોડી શંકા પડવા માંડી હતી કે આ કિસ્સામાં કશીક તો ગરબડ છે. હવે  ત્રીજા ભાગમાં સ્થાનિક લોકો જ્યોર્જ કુટ્ટીની વિરુદ્ધ થઈ જશે અને તેના માટે પડકારો વધી જશે. 

જીતુ જોસેફે કહ્યું હતું કે એક મલયાલમ ફિલ્મની હોલીવૂડ તથા કોરિયનમાં પણ રીમેક બની હોય તેવો ‘દ્રશ્યમ’ એકમાત્ર દાખલો છે અને તેથી જ આ ફ્રેન્ચાઈઝીની વેધકતા જાળવી રાખવાનો મોટો પડકાર તેમની સામે છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here