રજનીકાંતની ‘જેલર ટુ’માં શાહરુખ ખાન કેમિયો કરશે તેવી ચર્ચા ચાલી છે. આ ફિલ્મમાં એક ભૂમિકા ભજવી રહેલા મિથુન ચક્રવર્તીએ આ દાવો કર્યો છે. તેનાથી શાહરુખ અને રજનીકાંત બંનેના ફેન્સ હરખાયા છે. જોકે, શાહરુખ કે રજનીકાંતે હજુ આ વિશે કોઈ કન્ફર્મેશન આપ્યું નથી.

મિથુને એક વાતચીતમાં કહ્યું હતું કે ‘જેલર ટુ’માં સમગ્ર ભારતના દિગ્ગજ કલાકારોનો કાફલો હશે.
મોહનલાલ, શાહરુખ ખાન, રામ્યા કૃષ્ણ અને શિવરાજ કુમાર પણ આ ફિલ્મમાં હશે.
મિથુને આપેલો સંકેત સાચો હોય તો શાહરુખ અને રજનીકાંત બીજીવાર સ્ક્રીન શેર કરશે. અગાઉ શાહરુખની ફિલ્મ ‘રા વન’માં રજનીકાંતે કેમિયો કર્યો હતો.

