BOLLYWOOD : રજનીકાન્તની ‘જેલર ટુ’માં વિજય સેતુપતિની એન્ટ્રી

0
35
meetarticle

 રજનીકાન્ત હાલ પોતાની તમિલ સુપરહિટ ફિલ્મ ‘જેલર’ની સીકવલ ‘જેલર ટુ’નું શૂટિંગ કરી રહ્યો છે. તેવામાં આ ફિલ્મને લઇને અપડેટ છે કે, આ ફિલ્મમાં વિજય સેતુપતિની એન્ટ્રી થઇ છે. 

એક રિપોર્ટના અનુસાર, વિજય સેતુપતિનો આ ફિલ્મમાં મહત્વનો રોલ હશે અને તેણે ગોવામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધુંં છે. જોકે ફિલ્મની ટીમ કે નિર્માતા તરફથી કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. 

રજનીકાન્તની જેલરે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. હજી પણ દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રજનીકાન્તનો દબદબો છે. તેવામાં તેની સાથે ‘જેલર ટુ’માં વિજય સેતુપતિ જોડાયો હોવાથી દર્શકોમાં ફિલ્મનો ઉત્સાહ વધી ગયો છે. 

વિજય સેતુપતિ દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક સફળ અને લોકપ્રિય અભિનેતા છે. રજનીકાન્ત અને વિજય સેતુપતિના પ્રશંસકોને ખાતરી છે કે બન્ને મળીને ફિલ્મમાં ધમાલ મચાવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here