BOLLYWOOD : રજનીકાન્તને IFFI 2025માં લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ

0
37
meetarticle

 ગોવામાં આયોજિત ૫૬મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સમાપન સમારોહમાં રજનીકાન્તને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો હતો. અભિનેતા સાથે પત્ની અને બે પુત્રીઓ ઐશ્વર્યા અને સૌંદર્યા પણ સામેલ હતા.

ગોવાના મુખ્યમંત્રીએ રજનીકાન્તને શાલ અને સ્મૃતિ ચિન્હ આપીને સમ્માનિત કર્યા હતા.  રજનીકાન્તે આ પુરસ્કાર અને સમ્માનને સિનેમા ઉદ્યોગ અને તમિલ લોકોને સમર્પિત કર્યો હતો.

૭૪ વર્ષીય અભિનેતાએ તેની કારકિર્દીમાં તમિલ, હિંદી, તેલુગુ કન્નડ, મલયાલમ અને બંગાળી સિનેમામાં કામ કર્યું છે, અભિનેતાએ કહ્યું હતું કે, મારી કારકિર્દીને ૫૦ વરસ થયા છે. પરંતુ ભૂતકાળમાં ડોકિયું કરતાં મને લાગે છે કે, હજી ૧૦-૧૫ વરસથી જ હું ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયો છું. મને ફરી જન્મ લેવાની તક મળશે તો ફરી એક્ટરર તરીકે જ જન્મ લેવાનું મને ગમશે.

હાલ રજનીકાન્ત જેલર ટુ ના શૂટિંગમાં વ્યસ્ત છે. 

અભિનેતા સાથે વિજય સેતુપતિ પણ કામ કરી રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here