રણબીર કપૂરની ‘એનિમલ પાર્ક’નું શૂટિંગ ૨૦૨૭માં શરુ થવાની ધારણા છે. આમ ‘એનિમલ’ ફિલ્મનો બીજો ભાગ આવતાં હજુ લાંબો સમય લાગી શકે છે.

રણબીર હાલ ‘લવ એન્ડ વોર’માં વ્યસ્ત છે. તે પછી તે ‘રામાયણ’ ફિલ્મના આગળના ભાગનું શૂટિંગ આગળ વધારી શકે છે. બીજી તરફ ડાયરેક્ટર સંદિપ રેડ્ડી વાંગા પ્રભાસ અને તૃપ્તિ ડિમરી સાથેની ‘સ્પિરિટ’માં વ્યસ્ત બની જાય તેમ છે. આ કારણોસર ‘એનિમલ પાર્ક’નું શૂટિંગ શરુ થતાં લાંબો સમય લાગી શકે તેમ છે. રણબીરે જાતે તાજેતરમાં એક વાતચીતમાં આ બાબતે સંકેત આપ્યો હતો.
‘એનિમલ’ રણબીરની મહત્તમ બોક્સ ઓફિસ કલેક્શન ધરાવતી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ પછી જ તૃપ્તિ ડિમરી લાઈમલાઈટમાં આવી હતી.

