BOLLYWOOD : રણવીરની ધુરંધર પણ બે ભાગમાં રીલિઝ કરાશે

0
41
meetarticle

રણવીર સિંહની કેરિયર છેલ્લા કેટલાય સમયથી ડગુમગુ થઈ ગઈ છે. હવે તેની બહુ મોટી આશા આગામી ફિલ્મ ‘ધુરંધર’ પર છે. હવે એવી વાત બહાર આવી છે કે આ ફિલ્મ બે અલગ અલગ ભાગમાં રીલિઝ કરાશે. 

ફિલ્મનું કુલ સાત કલાકથી વધારેનું શૂટિંગ થયું છે. હવે તેમાં એડિટિંગ કરી તેને બે ભાગમાં વહેંચવામાં આવશે. પહેલો ભાગ આગામી ડિસેમ્બરમાં તથા બીજો ભાગ છ મહિના પછી રીલિઝ કરવાનો પ્લાન છે. 

ફિલ્મમાં રણવીર સાથે આર માધવન, સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ સહિતના કલાકારો છે. 

છેલ્લાં બે વર્ષમાં રણવીરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ને બાદ કરતાં કોઈ મહત્વની ફિલ્મ આવી નથી. તેની પાસે ‘ધુરંધર’ પછી ‘ડોન થ્રી’  સિવાય બીજી કોઈ મોટી ફિલ્મ પણ નથી. તાજેતરમાં તેની ત્રણ ફિલ્મો એનાઉન્સ થયા બાદ ડબ્બામાં પૂરાઈ ગઈ છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here