BOLLYWOOD : રણવીર અને શ્રીલીલાની ફિલ્મનું શૂટિંગ પૂરું પણ ટાઈટલ નક્કી નહીં

0
59
meetarticle

રણવીર અને શ્રીલીલા એક ફિલ્મમાં કામ કરી રહ્યાં હોવાનું કેટલાક સમયથી ચર્ચાતું હતું. હવે એક દાવા અનુસાર આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ પણ થઈ ગયું છે. જોકે, આ ફિલ્મનું ટાઈટલ હજુ પણ નક્કી કરાયું નથી. 

ફિલ્મમાં બોબી દેઓલ પણ મહત્વની ભૂમિકામાં છે. તે સિવાયના અન્ય કલાકારો કોણ કોણ છે તેની વિગતો હજુ પણ બહાર આવી નથી. 

રણવીર સિંહ તેની કારકિર્દીના નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેની વારાફરતી ત્રણ ફિલ્મો બંધ પડી ગઈ છે. આ સંજોગોમાં તેને એક મોટા માર્કેટિંગ પુશની જરુર છે. પરંતુ, આ ફિલ્મના  સર્જકોએ કોઈ અકળ કારણોસર ફિલ્મ વિશે કોઈ વિગતો બહાર પાડવાનું મુનાસિબ માન્યું નથી અને તે  વિશે ગુપ્તતા જાળવી રાખી છે. રણવીરની આવનારી જાણીતી ફિલ્મોમાં માત્ર ‘ધુરંધર’ સૌથી ઉલ્લેખનીય પ્રોજેક્ટ છે. બીજી તરફ ‘પુષ્પા ટુ’થી જાણીતી બનેલી શ્રીલીલા આજકાલ બોલીવૂનું નવું સેન્સેશન મનાય છે અને તે એક પછી એક ફિલ્મો સાઈન કરી રહી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here