BOLLYWOOD : રણવીર સિંહે ના પાડતા ‘Don 3’ માટે રાજી થયો શાહરૂખ ખાન, માત્ર એક શરત પર કરશે ફિલ્મ?

0
8
meetarticle

ફરહાન અખ્તરની સુપરહિટ ફ્રેન્ચાઇઝ ડોનના ત્રીજા ભાગને લઈને ચાહકોમાં ઘણો ઉત્સાહ છે, પરંતુ ફિલ્મ હજુ સુધી શરૂ થઈ નથી. શરૂઆતમાં રણવીર સિંહ ડોન તરીકે શાહરૂખ ખાનની જગ્યાએ લેવાનો હતો, પરંતુ ધુરંધર ફિલ્મની રિલીઝ પછી અહેવાલો આવ્યા કે એક્ટરે પણ ‘Don 3’ છોડી દીધી છે. રણવીર સિંહે ના પાડતા ડોન 3 માટે શાહરૂખ ખાન રાજી થયો છે.

અંતે ફિલ્મ મેકર્સની પીન અસલી ડોન શાહરૂખ ખાન પર અટકી છે. આનો અર્થ એ છે કે, શાહરૂખ ખાન ડોન 3 માં ગેંગસ્ટર તરીકે પાછો ફરશે, પરંતુ ફક્ત એક શરત પર. એવી અફવા છે કે, શાહરૂખ ખાને ફરહાન અખ્તર સમક્ષ એક શરત મૂકી છે, અને તે ફક્ત આ શરત પર ડોન 3 કરશે.

શાહરૂખ ખાન ડોન 3 માટે પાછો ફરશે?

ટેલીચક્કરના રિપોર્ટ મુજબ, શાહરૂખ ખાન ડોન 3 કરવા માટે સંમત થયો છે અને તેના આઇકોનિક રોલમાં પાછા ફરવા માટે ઉત્સાહિત છે. જોકે, તેણે ફરહાન અખ્તરની સામે એક શરત મૂકી છે, જે તેની બ્લોકબસ્ટર ફિલ્મ જવાનના ડાયરેક્ટર એટલી સાથે જોડાયેલી છે.

શાહરૂખ ખાને કઈ શરતો મૂકી?

રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન ડોન 3નો ભાગ ત્યારે બનશે, જ્યારે એટલીને ફ્રેન્ચાઇઝમાં સામેલ કરવામાં આવશે. સામે આવ્યું છે કે, એક્ટર ફિલ્મના સ્કેલ અને પ્રેક્ષકો વચ્ચે એક્સાઈટમેન્ટ વધારવા માટે એટલીને સામેલ કરવા માગે છે. જોકે, હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ફિલ્મ મેકર્સ અને સ્ટાર્સે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી નથી. ડોન 3 ની વાત કરીએ તો, તે ફરહાન અખ્તરની હિટ ફ્રેન્ચાઇઝનો એક ભાગ છે. શાહરૂખ ખાને ડોન અને ડોન 2 માં પોતાના આઇકોનિક રોલથી દર્શકોના દિલ જીતી લીધા હતા. ત્રીજા પાર્ટમાં રણવીર સિંહ એક્ટરની જગ્યાએ લેવાનો હતો, પરંતુ હવે તેનું પણ પત્તુ કપાઈ ગયું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, ઋતિક રોશન ડોન 3 માં દેખાઈ શકે છે. ચાલો જોઈએ કે શાહરૂખ ખાન ફિલ્મમાં વાપસી કરશે કે નહીં.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here