BOLLYWOOD : રાંઝણાના કોપીરાઈટ ભંગ માટે આનંદ એલ રાય સામે 84 કરોડનો દાવો

0
11
meetarticle

 ધનુષ અને ક્રિતી  સેનનની ફિલ્મ ‘તેરે ઈશ્ક મેં’નાં  સર્જન અને પ્રમોશન બંનેમાં ‘રાંઝણા’ ફિલ્મનાં પાત્રો, બેકગ્રાઉન્ડ સહિતની બાબતોનો ઉપયોગ કરવા બદલ નિર્દેશક આનંદ એલ રાય પર ઈરોઝ ઈન્ટરનેશનલ કંપનીએ  કોપીરાઈટ ભંગનો દાવો  કરી ૮૪ કરોડનું વળતર માગ્યું છે. 

‘રાંઝણા’  ફિલ્મ પણ આનંદ એલ રાયે જ ડિરેક્ટ કરી હતી અને તેમાં ધનુષ સાથે હિરોઈન તરીકે સોનમ હતી. ‘તેરે ઈશ્ક મેં’નું પ્રમોશન ‘રાંઝણા’નાં જ વિશ્વની એક વાર્તા એવી  રીતે કરાયું  હતું. ‘રાંઝણા’માં મોહમ્મદ ઝિશાન ઐયુબે જે પાત્ર ભજવ્યું હતું તે જ પાત્ર તેણે ‘તેરે ઈશ્ક મેં’માં  પણ ભજવ્યું હતું.  તેરે ઈશ્ક મેં’ માં અને ‘રાંઝણા’માં ધનુષના નામ અને કેરેક્ટરાઈઝેશનમાં પણ અનેક સમાનતાઓ છે. 

કોપીરાઈટ અને ટ્રેડમાર્ક ભંગ અંગે  અગાઉ આનંદ એલ રાયને નોટિસો અપાઈ હતી પરંતુ તે પછી  પણ આ ઉલ્લંઘન  ચાલુ રહેતાં હવે કંપનીએ બોમ્બે હાઈકોર્ટમાં દાવો માંડયો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here