BOLLYWOOD : રાકેશ અને પિન્કી રોશને મુંબઇમાં 19.68 કરોડ રૂપિયાની કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદી

0
33
meetarticle

નિર્માતા-દિગ્દર્શક રાકેશ રોશન અને પિન્કી રોશને મુંબઇમાં ૧૯.૬૮ કરોડ રૂપિયાની ઓફિસો ખરીદી છે.જેનું રજિસ્ટ્રેશન નવેમ્બર મહિનામાં કરવામાં આવ્યું છે.મુંબઇના અંધેરી ઇસ્ટના એક કોમર્શિયલ બિલ્ડિંગમાં આ પાંચ ઓફિસો આવેલી છે.

એક રિપોર્ટના અનુસાર, રાકેશ રોશનની પાંચ પ્રોપર્ટીમાંની પહેલી ૧,૨૫૯ સ્કે. ફૂટની છે જેનું મૂલ્ય ૩.૨૭ કરોડ રૂપિયા છે. જેમાં બે કાર પાર્કિંગ સામેલ છે. આ લેણદેણમાં ૧૯.૬૪ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડયુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન સામેલ છે.

બીજી પ્રોપર્ટી ૧,૦૮૯ સ્કે. ફૂટ ધરાવે છે જેનું મૂલ્ય ૨.૮૩ કરોડ રૂપિયા છે. જેમાં બે કાર પાર્કિંગ સામેલ છે. જેના માટે ૧૬.૦૮ લાખ રૂપિયા અને ૩૦,૦૦૦ રૂપિયા સામેલ છે.ત્રીજી પ્રોપર્ટી ૧,૮૬૯ સ્કૂ. ફૂટમાં ફેલાયેલી છે જેનું મૂલ્ય ૪. ૮૫ કરોડ છે અને તેમાં બે કાર પાર્કિંગ સામેલ છ.ે જેના માટે ૨૯.૧૫ લાખ રૂપિયા સ્ટેમ્પડયૂટી અને૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશનના છે.

ચોથી અને પાંચમી પ્રોપર્ટી ૨,૦૩૩ અને ૧,૩૨૨ સ્કે. ફૂટમાં વિસ્તરેલી છે. જેનું મૂલ્ય ૫.૨૮ કરોડ ૩.૪૩ કરોડ રૂપિયા છે. જેના માટે ૩૧.૭૧ કરોડ રૂપિયા અને ૩.૪૩  કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. બન્નમાં બે-બે કાર પાર્કિંગ સામેલ છે. જેના માટે ૩૧.૭૧ અને ૨૦.૬૨ લાખ રૂપિયા સ્ટેમ્પ ડયુટી ચુકવવાની સાથેસાથે ૩૦,૦૦૦ હજાર રપિયા બન્નેના રજિસ્ટ્રેશનના સામેલ છે. 

હાલ બોલીવૂડના સેલિબ્રિટીઓમાં પ્રોપર્ટીમાં રોકાણનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. વારંવાર તેમના થકી મુંબઇ અને મુંબઇની બહાર પ્રોપર્ટીની લે-વેચની માહિતી આવતી રહે છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here