હાલમાં જ સમચાર હતા કે અક્ષયકુમારની ઓહ માય ગોડ ૩માં રાણી મુખર્જી કામ કરવાની છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છ ેકે, હવે આ ફિલ્મનું નામ ઓહ માય ગોડ ૩ નહીં હોય પરંતુ ઓહ માય ગોડેસ રાખવામાં આવ્યું છે.એક સૂત્રના અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ ફેબુ્રઆરીમાં શરૂ કરવામા ંવશે. જેમાં અક્ષય કુમારનો એક લાંબો કેમિયો હશે.તેણે શૂટિંગ માટે ઘણી તારીખો ફાળવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારનો સ્ક્રીન ટાઇમ ઓ માય ગોડ ટુ જેટલો જ હશે.

સૂત્રે વધુમાં જણાવ્યુ હતું કે, ફિલ્મની સ્ક્રિપ્ટ ગયા વરસે જ ફાઇનલ કરવામાં આવી હતી. દિગ્દર્શક અમિક રાય ઓહ માય ગોડની દુનિયામાં દર્શકોને એક નવો અનુભવ આપવાના પ્રયાસ કરશે.
રાણી મુખર્જી અને અક્ષય કુમારની જોડી પ્રથમ વખત રૂપેરી પડદે સાથે જોવા મળવાની છે.

